- જીઆરએસઇ પ્રોજેક્ટ 17 એ હેઠળ પ્રથમ સ્ટીલ્થ ફ્રિગેટ જહાજનું લોકાર્પણ
- લોકાર્પણ સમારોહમાં સીડીએસ રાવત મુખ્ય મહેમાન બનશે
દિલ્હીઃ-ડિફેન્સ પીએસયુ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ બિલ્ટ ફર્સ્ટ પ્રોજેક્ટ 17 એ સ્ટીલ્થ ફ્રિગેટ આજે સોમવારના રોજ લોંચ કરવામાં આવનાર છે . જેના થકી નૌસેનાની તાકાતમાં વધારો થશે.આ અંગે એક અધિકારીએ જણાવ્યું છે કે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવત આજના આ સમારોહના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.
આ જીઆરએસઇ પ્રોજેક્ટ 17 એ હેઠળ ત્રણ અત્યાધુનિક નૌકા જહાજોનું નિર્માણ કરી રહ્યું છે. આ પ્રોજેકટ અંતર્ગત સોમવારે પ્રથમ શિપનું લોકાર્પણ કરવામાં આવશે. તેને સમુદ્રમાં ઉતારતાની સાથે જ તેને વિસ્તૃત પરીક્ષણમાંથી પસાર થવું પડશે. આ પરિક્ષણમાંથી પસાર થયા પછી સફળ થયા બાજ જ તેને નૌસેનાને સોંપવામાં આવશે.
સીડીએસ રાવતની પત્ની મધુલિકા રાવત દ્વારા આ જહાજ હુગલી નદીના કાંઠે ઉતારવામાં આવશે . અન્ય અધિકારીએઆ અંગે જણાવ્યું હતું ક કે પી 17 એ એક શિપ ગાઇડ મિસાઇલ ફ્રીગેટ છે. દરેક જહાજ 149 મીટર લાંબું છે અને તેની ક્ષમતા લગભગ 6670 ટન છે અને તેની ગતિ 28 દરિયાઈ મીલ છે
જીઆરએસઈને 17 એ પ્રોજેક્ટ હેઠળ ત્રણ સ્ટીલ્થ ફ્રિગેટ્સના નિર્માણનું કાર્ય રૂ. 19,294 કરોડમાં આપવામાં આવ્યા છે. નૌસેનાને 2023 માં પ્રથમ જહાજ મળવાની અપેક્ષા છે જ્યારે બે અન્ય 2024 અને 2025 માં પહોંચાડવામાં આવશે.
સાહિન-