દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ભારતીય પેરાલિમ્પિક દળ માટે થીમ સોંગ “કર દે કમાલ તું” નો યુવા બાબતો અને રમતગમત માટેના કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે શુભારંભ કર્યો હતો. આ ગીત “કર દે કમાલ તું” લખનૌના દિવ્યાંગ ક્રિકેટ ખેલાડી સંજીવ સિંહ દ્વારા રચવામાં અને ગાવામાં આવ્યું છે. અભિવ્યાપકત્વની નિશાની તરીકે ભારતની પેરાલિમ્પિક સમિતિનો વિચાર એવો હતો કે આ ગીતને દિવ્યાંગ સમુદાયમાંથી રચવામાં આવે.
આ પ્રસંગે અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, “ટોક્યોમાં ભારત એનું અત્યાર સુધીનું સૌથી મોટું દળ મોકલ્યું છે- જુદી 9 રમતોમાં 54 પેરા-સ્પોર્ટ્સપર્સન્સ. ભારત તમારી દરેક હિલચાલને નિહાળશે, રમતોત્સવમાં આપની અવિશ્વસનીય સફરને અમે અનુસરીશું. આપણા પેરા-ઍથ્લીટ્સનો સંપૂર્ણ દ્રઢનિશ્ચય એમની વિલક્ષણ માનવ મિજાજને દર્શાવે છે. જ્યારે ભારત માટે રમો છો ત્યારે 130 કરોડ ભારતીયો તમારા માટે ચિઅરિંગ કરી રહ્યા હશે. આપણા પેરા-ઍથ્લીટ્સ એમનું સારામાં સારું શ્રેષ્ઠ આપશે.
આ ગીતના રચયિતા અને ગાયક સંજીવ સિંહે અનુભવ્યું કે આ એમના માટે જ નહીં પણ સમગ્ર સમુદાય માટે ગર્વની ક્ષણ છે. સંજીવ સિંહે કહ્યું હતું કે રિયો 2016 પેરા ગૅમ્સમાં ખેલાડી તરીકે આ ખરેખર તો ડૉ. દીપાની સિદ્ધિ હતી જેણે મને એમના વિશે એક કવિતા લખવા માટે પ્રેરિત કર્યો હતો અને પછી એ કવિતાએ આ થીમ સોંગનો આકાર લીધો. “હું માત્ર ઇચ્છું છું કે આ ગીત પેરા-ઍથ્લીટ્સને સારું કરવા માટે પ્રેરિત કરે. તેઓ એમનાં જીવનમાં પહેલેથી જ વિજેતા છે પણ એક ચંદ્રકથી સમગ્ર દેશ એમની નોંધ લેશે અને દેશને ગર્વ અપાવશે” એમ સંજીવ કહે છે.