Site icon Revoi.in

યુરોપના દેશોમાં અનલોકનો પ્રારંભ, 30માંથી 20 દેશો બધુ અનલોક કરવાની તૈયારીમાં

Social Share

દિલ્લી:  કોરોનાના સંક્રમણને રોકવા માટે હવે તમામ દેશો વેક્સિનેશનની પ્રક્રિયા પર જોર મુકી રહ્યા છે. યુરોપના દેશોમાં પણ વેક્સિનેશનની પ્રક્રિયાને તેજ કરવામાં આવી રહી છે અને હવે તો યુરોપના 30માંથી 20 દેશો સંપુર્ણ અનલોક કરવાની તૈયારીમાં છે. યુરોપમાં પણ કોરોનાવાયરસના કેસ સતત વધી રહ્યા હતા જેના કારણે યુરોપિયન દેશોમાં ચીંતા વ્યાપી હતી.

જો વાત કરવામાં આવે બ્રિટનની તો, યુનાઈટેડ કિંગડમમાં 17મી મેથી એટલે કે આજથી સંપુર્ણ અનલોક જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ છે. 8મી માર્ચથી ત્યાં જુદી જુદી પ્રવૃતિઓમાં છુપ આપવામાં આવી છે. અને વેક્સિનેશનની પ્રક્રિયા પર પણ જોર મુકવામાં આવ્યું છે. હાલ બ્રિટનમાં પબ અને બારને પણ ખોલી દેવામાં આવ્યા છે.

ઈટલી જેવા દેશમાં પણ પ્રતિબંધોને હટાવી લેવામાં આવ્યા છે અને 2 જૂનથી તમામ પ્રતિબંધો હટાવી લેવાની જાહેરાત કરવામાં આવી છે. ઈટલીમાં હાલ રેસ્ટોરેન્ટ અને પ્રવાસન સ્થળોને પણ ખોલી દેવામાં આવ્યા છે. સ્પેનમાં પણ શરતોને આધારે પ્રતિબંધોને હટાવી દેવામાં આવ્યા છે. ગ્રીસામાં વિદેશીઓને ક્વોન્ટાઈનમાંથી છૂટ આપવામાં આવી છે. ફ્રાન્સમાં પણ 19 મે થી રેસ્ટોરેન્ટને ખોલવામાં આવી શકે છે.