દહાણુમાં અદાણી પ્રકલ્પો દ્વારા મહિલા ‘સ્વાભિમાન કેન્દ્ર’નો પ્રારંભ
અદાણી ઇલેક્ટ્રિસિટી અને અદાણી ફાઉન્ડેશન દ્વારા દહાણુમાં “સ્વાભિમાન કેન્દ્ર”નો શુભારંભ કરવામાં આવ્યો છે. મહિલા સશક્તિકરણ માટે સ્થાપિત નવીન કેન્દ્ર ગ્રામીણ મહિલાઓને રોજગારી થકી આત્મનિર્ભર બનાવશે. સ્થાનિક મહિલા જૂથોની માંગને અનુરૂપ આ પ્રકલ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દહાણુ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે અદાણી જૂથ દ્વારા વિવિધ પ્રકારના પ્રોજેક્ટસ ચલાવી સમુદાય ઉત્થાનના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
દહાણુના સરાવલી ગામ ખાતે મહિલા સ્વ-સહાય જૂથો (SHGs)ના સશક્તિકરણ માટે સ્વાભિમાન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં મહિલાઓને શર્ટ સ્ટીચીંગથી લઈને વિવિધ પ્રકારની તાલીમ અને પ્રશિક્ષણ આપવામાં આવશે. સ્વાભિમાન કેન્દ્રમાં એકવીસ સિલાઇ મશીનો પર મહિલાઓને સીલાઈકામનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. એટલું જ નહી, ફેક્ટરીમાંથી કાપડ ખરીદવાથી લઈને તૈયાર ઉત્પાદનોને ડિલિવર કરવા સુધીની પ્રક્રિયામાં સંસ્થા મદદરૂપ થશે. સ્ટીચીંગ કરી મહિલાઓ દૈનિક આવક મેળવતી થઈ છે જેનાથી સમુદાયનીં આર્થિક પરિસ્થિતી તેમજ જીવનધોરણ ઉંચુ આવશે.
અદાણી ઈલેક્ટ્રીસિટી અને અદાણી ફાઉન્ડેશન દ્વારા સમુદાયના ઉત્થાન માટે કોર્પસની ઉભું કરવામાં આવ્યું હતું. સ્વાભિમાન કેન્દ્ર વંચિત મહિલાઓને ઉદ્યોગસાહસિક બનાવી રોજગારી માટેનું ઉત્તમ પ્લેટફોર્મ બની રહેશે. આ નવતર પહેલ દ્વારા મહિલાઓ નાણાકીય વ્યવસ્થાપન, કાચો માલ મેળવાની રીત, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ તેમજ માર્કેટિંગ જેવી સ્કીલ્સ મેળવી રહી છે.”
મહારાષ્ટ્રમાં સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતા તાલુકાઓમાંના એક દહાણુમાં આદિવાસીઓનું જીવનધોરણ સુધારવા કામ થઈ રહ્યું છે. સ્વાભિમાન કેન્દ્રમાં સિલાઈની તાલીમ, સિલાઈ મશીનનું રોકાણ, વ્યવસ્થાપન, દસ્તાવેજીકરણ, એકાઉન્ટ્સ અને સેન્ટર ડેવલપમેન્ટ વગેરેને આવરી લેવામાં આવ્યા છે. સ્વાભિમાન કેન્દ્રની સ્થાપના સ્થાનિક સમુદાયોના ઉત્થાન, ટકાઉ આજીવિકા અને જીવનધોરણમાં શુધારો કરવા માટેની અદાણી જૂથની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
દહાણુમાં અદાણી પ્રકલ્પો દ્વારા મહિલાઓના સ્વ-સહાય જૂથોને વિવિધ પ્રકારની મદદ કરવામાં આવે છે. અગાઉ 150 સ્વ-સહાય જૂથોની 500 જેટલી મહિલાઓની હસ્તકલાના પ્રદર્શિન અને વેચાણર્થે મહિલા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વળી પશુદાન જેવી પ્રવૃત્તિઓ કરીને તેઓને રોજગાર સક્ષમ બનાવવામાં આવે છે.
અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઇ લિમિટેડ અને અદાણી દહાણુ થર્મલ પાવર સ્ટેશન સમુદાયો માટે શૈક્ષણિક, આરોગ્ય, વ્યવસાયિક કૌશલ્ય, ખેતી સંબંધિત કાર્યક્રમો, સ્વ-સહાય જૂથોને સમર્થન, ઔદ્યોગિક વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિઓ થકી સામુદાયિક વિકાસ માટે પ્રયત્નશીલ છે.