અમદાવાદઃ આપણા સમાજ, પરિવાર અને ખાનગી સ્તર પર પણ અનેક બદીઓ છે. જ્યારે આ બદીઓ બહાર આવવા લાગે છે. તો લવ જેહાદ જેવા કડક કાયદાની જરુર અનુભવાય છે. તેમજ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે જણાવ્યું હતું. લવજેહાદના કાયદા પહેલા એક સર્વે કરવામાં આવ્યો હોવાનું પણ તેમણે જણાવુયું હતું.
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે પોતાના કાર્યકાળના દોઢ વર્ષ પૂર્ણ કર્યાં છે. દરમિયાન એક ઈન્ટવ્યુહમાં તેમણે જણાવ્યું હતું કે, એક સર્વે થયો હતો. જેમાં જોવા મળ્યું છે કે છોકરીઓના લગ્ન થયા અને તેમાંથી કેટલાને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, બીજા ઘર્મમાં લગ્ન કરનાર કેટલી યુવતીઓ પાછી ફરી, કેટલી યુવતીઓએ ફરિયાદ નોંધાવી, કેટલાક કેસમાં માતા પિતા સામે આવ્યા છે અને આરોપ લગાવ્યા છે કે યુવકે દીકરીનું નામ બદલી નાંખ્યું છે. સર્વેમાં લવજેહાદના મામલે યુવતીઓ પરેશાન હોવાથી કાયદો લાવવામાં આવ્યો હતો. આનંદીબેન પટેલે ખેડૂત આંદોલનને જણાવ્યું હતું કે, ખેડૂતો સમજદાર છે. તેઓ આ આંદોલનના ભાગ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાં લવજેહાદનો કાયદો બનાવવામાં આવ્યો હતો. જેમાં 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી છે. લવજેહાદના બનાવો ટકાવવા માટે યોગી સરકાર દ્વારા કાયદો બનાવ્યાં બાદ ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં આવા કાયદાની માંગણી ઉભી થઈ છે.