દિલ્હીઃ ટી-20 વિશ્વકપમાં ભારત સામે પાકિસ્તાન ક્રિકેટ ટીમની જીત થઈ હતી. જેની ભારતના ઉત્તરપ્રદેશમાં કેટલાક કાશ્મીરી વિદ્યાર્થીઓએ ઉજવણી કરી હતી. જેથી તેમની ધરપકડ કરવામાં આવી છે. જો કે, આ વિદ્યાર્થીઓનો કેસ નહીં લડવાનો વકીલોએ નિર્ણય લીધો છે. આગ્રા એડવોકેટ એસોશિએશન, જનપથ બાર એસોશિએશન, અધિવક્તા સહયોગ સમિતિના પદાધિકારિયોને કાશ્મીરી વિદ્યાર્થીઓની દેશ વિરોધી ગતિવિધીઓ નિંદા કરી છે. આ ઉપરાંત તેમને કાનૂની સહાય નહીં આપનો પણ નિર્ણય કર્યો છે. આ કાશ્મીરી વિદ્યાર્થીઓ આગ્રામાં રહીને એક કોલેજમાં અભ્યાસ કરતા હતા.
આરોપી વિદ્યાર્થીઓ કાનૂની મદદ આપવામાં નહીં આવે. આગ્રા એડવોકેટ એસો.ના અધ્યક્ષ સુનિલ શર્માએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓએ આવુ કૃત્ય કરવાની જરૂર નથી. તેમણે અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ.
પાકિસ્તાનની ટીમની જીત ઉપર કાશ્મીરી વિદ્યાર્થી અરશીદ યુસુફ, ઈનાયત અલ્તાફ શેખ અને શૌકત અહમદ ગનીએ સોશિયલ મીડિયા ઉપર સ્ટેટ્સ મુક્યાં હતા. તેમજ તેમણે પાકિસ્તાનની જીતની ઉજવણી કરી હતી અને ભારત વિરોધી સુત્રોચ્ચાર કર્યાં હતા.
કાશ્મીરના આ ત્રણેય વિદ્યાર્થીઓ આગ્રાની કોલેજમાં અભ્યાસ કરતા હતા. સમગ્ર ઘટના બહાર આવતા કોલેજે ત્રણેયને સસ્પેન્ડ કર્યાં હતા. વિદ્યાર્થીઓ સામે સાયબર આતંકવાદ અને રાજદ્રોહની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જેથી કોર્ટે તેમને જેલમાં મોકલી આપ્યાં હતા.