અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરાયુ છે. અને બીજા લિસ્ટ માટે ઉમેદવારોની પસંદગીની કવાયત ચાલી રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના કેટલાક સિનિયર નેતાઓેને ચુંટણી લડવાના અભરખા જાગ્યા છે. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલકી પેટલાદ બેઠક પરથી ચુટંણી લડવા તત્પર થયા છે. જો ભરતસિંહને ટિકિટ મળે તો વર્તમાન ધારાસભ્ય નિરંજન પટેલની ટિકિટ કપાઇ શકે છે. જ્યારે તુષાર ચૌધરી ખેડબ્રહ્માથી ચૂંટણી લડવાની માગ કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલંકી પેટલાદથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરતા કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય નિરંજન પટેલે વિરોધ કર્યો છે. નિરંજન પટેલે કોંગ્રેસના ચૂંટણી પ્રભારી અશોક ગેહલોત અને રધુ શર્માને મળી રજુઆત કરી પોતાને ટિકિટ આપવાની માગ કરી હતી. જ્યારે ખેડબ્રહ્મા બેઠક પરથી તુષાર ચૌધરી ચુટણી લડવા તૈયાર થયા છે. પાલનપુરના વર્તમાન ધારાસભ્યની ટીકીટ કપાઇ શકે છે. તેમના સ્થાને રવિરાજ ગઢવીને ઉમેદવાર બનાવવાનું આયોજન કોંગ્રેસ કરી રહી છે. મહેન્દ્રસિંહ વાઘેલાના કોંગ્રેસ પ્રવેશ બાદ કેટલીક બેઠકના ગણિત બદલાયા છે. કોંગ્રેસ મહેન્દ્ર સિંહને બાયડ, કપડવણજ કે દેહગામથી ચુંટણી મેદાનમાં ઉતારી શકે છે. મહેન્દ્ર સિંહ બાયડ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યપદે રહી ચૂંક્યા છે.
સૂત્રોએ જણાવ્યુ હતું કે, કોંગ્રેસ છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં સત્તાથી દૂર છે, એટલે કોંગ્રેસ આ વખતે ગમે તેમ કરીને એડીચોટીનું જોર લગાવી રહી છે. કોંગ્રેસે આ વખતે ચૂંટણીમાં એવી રણનીતિ બનાવી હતી કે તેઓ પાર્ટીના જૂના દિગ્ગજ નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતારશે. જેના ભાગરૂપે કોંગ્રેસ નેતા ભરતસિંહ ચૂંટણી ચૂંટણી લડે એવી શક્યતા દેખાઈ રહી છે. બીજી બાજુ કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીએ પણ ચૂંટણી લડવા માટે તૈયારી દર્શાવી છે. ( file photo)