Site icon Revoi.in

પીએમ મોદી સહીતના નેતાઓએ આજના પર્વ ઘનતેરસની દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી

Social Share

દિલ્હીઃ આજરોજ દેશભરમાં ઘામઘૂમ પૂર્વક ઘનતેરસના પ્રવની ઉજવણી કરવામાં આવી રહી છએઆજના આ દિવસે સોના અને ચાંદીની ખરીદીમાં લોકો વ્યસ્ત હોય છે ત્યારે આ ખાસ દિવસે પીએમ મોદીએ દેશવાસીઓને ઘનતેરસની શુભેચ્છાઓ પાઠવી છે.આજરોજના પર્વની પીએમ મોદી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે દેશવાસીઓને ધનતેરસની શુભેચ્છા પાઠવી છે.

પીેમ મોદીએ આજના પર્વ પર ભગવાનને પ્રાર્થના કરી છે કે લોકો હંમેશા સ્વસ્થ અને સમૃદ્ધ રહે. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કહ્યું છે કે, ‘દેશના મારા પરિવારના તમામ સભ્યોને ધનતેરસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, જે સ્વાસ્થ્ય અને સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે. હું ઈચ્છું છું કે ભગવાન ધન્વંતરિની કૃપાથી તમે બધા હંમેશા સ્વસ્થ, સમૃદ્ધ અને ખુશ રહો, જેથી વિકસિત ભારતના સંકલ્પને નવી ઉર્જા મળતી રહે.

આ સાતે  જ આ શુભ તહેવાર પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ‘X’ પર કહ્યું છે કે, ‘તમામ દેશવાસીઓને ધનતેરસની હાર્દિક શુભકામનાઓ. ધનતેરસનો આ પવિત્ર તહેવાર દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે એવી પ્રાર્થના.

બીજી તરફ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે પણ આ પ્રવની શુભેચ્છાઓ પાઠવતા ‘X’ પર કહ્યું છે કે, ‘ધનતેરસના પવિત્ર તહેવાર પર આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે. ભગવાન ધન્વંતરિની કૃપાથી તમે સ્વસ્થ બનો.

આજના આ દિવસે ભગવાન ધન્વંતરી, માતા લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે. આ દિવસ પૂજાની સાથે સાથે નવી વસ્તુઓની ખરીદી માટે પણ શુભ માનવામાં આવે છે. આ તહેવાર પર લોકો સોનું, ચાંદી, સાવરણી, વાસણો વગેરેની ખરીદી કરે છે. ધનતેરસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.