અંડર 19 મહિલા ક્રિકેટ ટીમની જીત બદલ , PM મોદી અને રાષ્ટ્રપતિ સહિતના નેતાઓએ અભિનંદન પાઠવ્યા
- અંડર 19 ટી 20 મહિલા વર્ડકપમાં ભારત વિજેતા
- પીએમ મોદી તથા રાષ્ટ્રપતચિ સહીતના નેતાઓએ પાઠવી શુભેચ્છા
દિલ્હીઃ- મહિલા ક્રિકેટને લઈને પણ હવે લોકો ઉત્સાહીત બન્યા છે ત્યારે હવે અંડર 19 ટી 20 વર્લ્ડ કપમાં મહિલાઓએ શાનદાર જીત બદલ પીએમ મોદીએ શુભેચ્છાઓ પાઠવી છે આ સહીત રાષ્ટ્રપતિ અને અનેક નેતાઓએ અંડર 19ની મહિલા ટીમની પ્રસંશા કરી છે.આ સાથેજ મહિલા ક્રિકેટમાં આ પ્રથમ આઇસીસી ટાઇટલ જીત્યું હતું.
પીએમ મોદીએ મહિલા ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને પ્રસંશા કરી હતી, પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે તેણીએ શાનદાર ક્રિકેટ રમી છે અને તેની સફળતા ઘણા ઉભરતા ક્રિકેટરોને પ્રેરણા આપશે. ટીમને તેમના ભાવિ પ્રયાસો માટે શુભેચ્છાઓ.
Congratulations to the Indian Team for a special win at the @ICC #U19T20WorldCup. They have played excellent cricket and their success will inspire several upcoming cricketers. Best wishes to the team for their future endeavours. https://t.co/BBn5M9abHp
— Narendra Modi (@narendramodi) January 29, 2023
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતની અંડર-19 મહિલા ક્રિકેટ ટીમને પ્રારંભિક T20 વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે અને કહ્યું કે તેમની જીતથી દેશને ગર્વ થયો છે. રાષ્ટ્રપતિ મુર્મુએ ટ્વિટ કર્યું, “ક્રિકેટ માટે અંડર 19 મહિલા T20 વર્લ્ડ કપ જીતવા બદલ ટીમ ઈન્ડિયાને અભિનંદન! આ પ્રતિભાશાળી છોકરીઓનું શાનદાર પ્રદર્શન. આ ચેમ્પિયન્સ આપણા યુવાનો, ખાસ કરીને છોકરીઓ માટે પ્રેરણારૂપ છે. આ ઐતિહાસિક જીતે ભારતનું નામ રોશન કર્યું છે.
આ સાથે જ ગૃહમંત્રી શાહે પણ ટીમને શુઙેચ્છાઓ પાઠવી હતી,અમિત શાહે કહ્યું- ભારતની દીકરીઓએ ઈતિહાસ રચ્યો કે તમે સમગ્ર શ્રેણીમાં અદભૂત ઊર્જા અને જુસ્સો દર્શાવ્યો છે. ભારતને તમારા પર ગર્વ છે. તો બીજી તરફ કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે મહિલા ક્રિકેટમાં વધારો થઈ રહ્યો છે. તેણે કહ્યું કે તેં તે કર્યું છે. અમારા યુવા ચેમ્પિયનને અભિનંદન. આ આપણા ઉભરતા ખેલાડીઓની કારકિર્દીમાં ઘણી વધુ જીતની શરૂઆત હોઈ શકે છે. મહિલા ક્રિકેટ પ્રેરણાદાયક અને ગતિશીલ છે.