- વિદેશી નેતાઓનો પીએમ મોદીએ માન્યો આભાર
- જી 20 માટે દરેકે પાઠવી શુભેચ્છાઓ
દિલ્હીઃ- ભારતે આ વખતે જી 20ની અધ્યક્ષતા સંભાળી છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિદેશના અનેક નેતાઓએ આ બાબતે શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારે હવે આ તમામનો પીએમ મોદીએ આભાર વ્યક્ત કર્યો છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભારતના G20 જૂથનું અધ્યક્ષપદ સંભાળવા બદલ યુએસ પ્રમુખ જો બિડેન અને ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સહિત વિશ્વના નેતાઓનો આભાર માન્યો હતો.
અમેરિકાના રાષ્ટ્રપતિ
જી-20નું પ્રમુખપદ ગ્રહણ કરવા પર જોબાઈજેન દ્વારા કરવામાં આવેલા ટ્વીટના જવાબમાં પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિનો આભાર માન્યો હતો. તેમણે બાઈડેન સાથે નજીકથી કામ કરવાના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપતિનો આભાર. તમારો અમૂલ્ય સમર્થન ભારતના G20 પ્રેસિડન્સી માટે શક્તિનો સ્ત્રોત બની રહેશે.
ફ્રાંસના રાષ્ટ્રપતિ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ટ્વીટ કર્યું, ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય. ભારતે G-20નું પ્રમુખપદ સંભાળ્યું છે. મને વિશ્વાસ છે કે મારા મિત્ર નરેન્દ્ર મોદી અમને શાંતિની દુનિયા અને વધુ ટકાઉ વિશ્વનું નિર્માણ કરવા માટે સાથે લાવશે.
મેક્રોનના ટ્વીટનો જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું, ‘આભાર, મારા પ્રિય મિત્ર ઈમેન્યુઅલ મેક્રોન. હું ભારતના G20 પ્રેસિડેન્સી દરમિયાન તમારી સાથે નજીકથી પરામર્શ કરવા આતુર છું, કારણ કે અમે સમગ્ર માનવતાને અસર કરતા મુદ્દાઓ પર વિશ્વનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે કામ કરીએ છીએ.’
સ્પેનના વડાપ્રધાન
આથી વિશેષ કે પીએમ મોદીએ સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝનો પણ તેમની શુભેચ્છાઓ બદલ આભાર માન્યો હતો. પીએમ મોદીએ કહ્યું, ‘આભાર પેડ્રો સાંચેઝ. આવનારી પેઢીઓ માટે સારી પૃથ્વી બનાવવા માટે વર્તમાન પડકારોને ઘટાડવા માટે સામૂહિક રીતે કામ કરવા અંગેના તમારા વિચારોને હું સંપૂર્ણ સમર્થન આપું છું.
આ સાથે જ પીએમ મોદીને મળીલી શુભકામનાઓ બદલ યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ચાર્લ્સ મિશેલનો આભાર માન્યો હતો. તેણે પોતાના ટ્વિટમાં કહ્યું, ‘આભાર ચાર્લ્સ મિશેલ. અમે વૈશ્વિક સારા માટે સામૂહિક રીતે કામ કરતા હોવાથી તમારી સક્રિય ભાગીદારીની રાહ જોઈ રહ્યા છીએ. નોંધનીય છે કે યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ મિશેલે ભારતને G-20નું અધ્યક્ષપદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.