- જાણિતા અંતરિક્ષ વૈજ્ઞાનિક આર નરસિમ્હાનું નિધન
- પીએમ મોદી દુખ વ્યક્ત કર્યું
દિલ્હીઃ-જાણીતા અંતરિક્ષ વૈજ્ઞાનિક અને પદ્મ વિભૂષણથી સમ્માનિત એવા રોડ્ડમ નરસિમ્હનું સોમવારે શહેરની મેમોરિયલ હોસ્પિટલમાં 87 વર્ષની વયે નિધન થયું હતું. હોસ્પિટલના ન્યુરોસર્જન અને સિનિયર સલાહકાર ડો. સુનિલ વી ફુરતાદોએ જણાવ્યું હતું કે, પ્રતિષ્ઠિત ભારતીય વિજ્ઞાન સંસ્થામાં ફરજ બજાવતા વૈજ્ઞાનિક નરસિમ્હાએ રાત્રે આશરે આઠ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.
દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ આ જાણિતા વૈજ્ઞાનિકના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. વડા પ્રધાન મોદીએ કહ્યું કે, “તે એક ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિક હતા, જે ભારતની પ્રગતિ માટે વિજ્ઞાન અને નવીનતાનો લાભ લેવા ઉત્સાહિત હતા.”
નરસિમ્હાને મગજમાં રક્તસ્ત્રાવ પછી 8 ડિસેમ્બરના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરે કહ્યું કે જ્યારે તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેમની હાલત ખૂબ નાજુક હતી. તેના મગજમાંથી લોહીનો પ્રવાહ વહેતો હતું.
ડોક્ટરના જણાવ્યા પ્રમાણે, તેઓ હૃદયરોગની બિમારીથી પીડાતા હતા અને તેમને વર્ષ 2018 માં સ્ટ્રોક થયો હતો. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં ફાળો આપવા બદલ નરસિમ્હાને વર્ષ 2013 માં દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન એવા પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.આજે તેમના અવસાનથી સમગ્ર વૈજ્ઞાનિક જગતમાં શોક છવાયેલો જોવા મળી રહ્યો છએ, દેશ એ એક મહાન વૈજ્ઞાનિક ગુમાવ્યા છે.
સાહિન-