નવી દિલ્હીઃ એક્સાઈઝ કૌભાંડમાં સીબીઆઈએ તેલંગાણાના પૂર્વ સીએમ કેસીઆરની પુત્રી કે. કવિતાની ધરપકડ કરી છે. કે. કવિતા હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં તિહાર જેલમાં બંધ હતા. બીજી તરફ તાજેતરમાં જ સીબીઆઈ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી. દિલ્હી એક્સાઇઝ કૌભાંડમાં ED પહેલા જ કે. કવિતાએ ધરપકડ કરી હતી. હવે સીબીઆઈએ તેમની ધરપકડ કરીને પૂછપરછ આરંભી છે.
આ કેસની તપાસમાં કવિતાની એન્ટ્રી 1 ડિસેમ્બર 2022ના રોજ થઈ હતી. સીબીઆઈની ટીમે દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડને લઈને કવિતાની પૂછપરછ કરી હતી. ટીમે તેની લગભગ 7 કલાક પૂછપરછ કરી હતી. બીઆરએસ નેતા કે. કવિતા દિલ્હી દારૂ કૌભાંડ કેસનો સામનો કરી રહ્યાં છે. આ કેસમાં તાજેતરમાં અરવિંદ કેજરીવાલની પણ ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલ પહેલા EDએ કે. કવિતાની ધરપકડ કરી હતી. EDની ટીમ આ કેસમાં કે. કવિતાને બે સમન્સ જારી કરવામાં આવ્યા હતા. કવિતાએ આ તરફ ધ્યાન ન આપ્યું. તેણે EDના આ સમન્સ અંગે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી 19 માર્ચ, 2024 પર મુલતવી રાખી હતી. દરમિયાન, 15 માર્ચે EDની ટીમે કે. કવિતાની ધરપકડ કરી હતી.