- એક એવી બીમારી જેમાં ખાતા ખાતા આવે છે રડજવું
- આંખોમાંથી વહે છે આસુંઓ
આપણે ઘણી વખત ઈમોશનલ થીને રડતા હોઈે છીએ તો ઘણી વખત આપણે ખુશીમાં પણ રડી પડીએ છીએ જો કે ઘણી વખત આપણે ખાતા ખાતા પણ રડવું આવે છે, જો કે આ રડવું કે આંખોમાં પાણી આવવું સ્વાભાવિક છે. સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિને કોઈ પ્રકારનો દુખાવો થાય છે અથવા ક્યારેક જ્યારે તે વધુ ખુશ હોય છે, ત્યારે તેની આંખોમાં પાણી આવી જાય છે, પરંતુ શું તમે ક્યારેય એવા વ્યક્તિ વિશે સાંભળ્યું છે જે જમતી વખતે રડવા લાગે છે? હા, આ દુનિયામાં એવા ઘણા લોકો છે જે મોઢામાં ખાવાનું નાખતા જ રડવા લાગે છે.
તમને જણાવી દઈએ કે તેમના રડવાનો ખાવાના સ્વાદ સાથે કોઈ સંબંધ નથી. ન તો મસાલેદાર ખોરાકને કારણે આવું થાય છે, ન તો તેનો સ્વાદ સાથે કોઈ લેવાદેવા હોય છે, પરંતુ આ ક્રોકોડાઈલ ટિયર્સ સિન્ડ્રોમ નામની અનોખી બીમારીને કારણે થાય છે.
ક્રોકોડાઈલ સિન્ડ્રોમ એક એવો રોગ છે જેમાં વ્યક્તિ ખોરાક ખાધા પછી કે પાણી પીધા પછી રડવા લાગે છે. એટલે કે મોઢામાં નિવાલો મૂકતા જ વ્યક્તિની આંખમાંથી આંસુ નીકળી જાય છે. તેની પાછળનું કારણ લેક્રિમલ ગ્રંથિ પર ખરાબ અસર પડવાનું છે.
આ રોગમાં આવી સ્થિતિમાં, સિન્ડ્રોમ તેની જાતે જ વિકસિત થાય છે અને વ્યક્તિ જમતી વખતે પોતાના પરનો કાબૂ ગુમાવે છે. આ સિન્ડ્રોમને ગુસ્ટો-લેક્રિમેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. મળતી માહિતી મુજબ, અત્યાર સુધીમાં વિશ્વમાં 95 લોકો આ સિન્ડ્રોમથી પ્રભાવિત થયા છે.