Site icon Revoi.in

દેશનું એક એવુ મંદિર કે જે આઠ મહિના સુધી પાણીમાં જ રહે છે,જાણો તેના વિશે

Social Share

દેશમાં જ્યારે પણ કોઈ ફરવા જાય છે ત્યારે તેની પહેલી પસંદ હોય છે મંદિર, આ આપડા દેશની સંસ્કૃતિ છે અને વિચાર છે કે જ્યાં લોકોને ફરવાનું મન થાય ત્યારે તે પવિત્ર જગ્યા પર જવાનું પસંદ કરે છે. દેશમાં દરેક મંદિરનો ઈતિહાસ અલગ અલગ છે આવામાં ભારતનું આ એક મંદિર કે જે 8 મહિના સુધી પાણીમાં જ રહે છે અને તેનું કારણ કઈક આવું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ મંદિરમાં જવા માટે પઠાનકોટથી કાંગડા તરફ જસૂરથી જવાલી તરફ જવું પડે છે અને જવાલીથી લગભગ 15 કિલોમીટર દૂર પૌંગ ડેમના તળાવની વચ્ચો વચ્ચ આ મંદિર આવેલુ છે. આ મંદિરમાં જવા માટે એક માત્ર વિકલ્પ હોડી હોય છે,જેના પર સવાર થઈને લોકો મંદિર પહોચે છે.

પઠાન કોટથી લગભગ 80 કિલોમીટર દુર બાથૂ કી લડી મંદીર પૌંગ ડેમના તળાવમાં બનેલુ છે. 70ના દાયકામાં તળાવ બનવાને કારણે આ મંદિર તળાવના પાણીમાં આવી ગયુ હતું. જ્યારે વરસાદમાં તળાવમાં પાણી ભરાઈ જાય છે, ત્યારે જળસ્તર આ મંદિરને પાણીમાં ડૂબાવી દે છે. એપ્રીલથી લઈને જુન સુધી પાણીનું સ્તર નીચુ હોવાથી આ મંદિર ફરી દેખાવા લાગે છે. તે દરમિયાન શ્રદ્ધાળુઓ આ મંદિરના દર્શન કરવા આવે છે. આટલા વર્ષોથી પાણીમાં હોવા છતા મહાભારત કાળનું આ મંદિર આજે પણ પોતોનુ અસ્તિત્વ જાળવી રાખ્યું છે.