- એક એવા ટાપુ વિશે જ્યા મહિલાઓને જવાની મનાઈ
- પુરુષો માટે બનાવાયા છે સખ્ત નિયમો
દુનિયામાં અનેક એવી જગ્યાઓ આવેલી છે જેની પોતાની કોઈને કોઈ ખાસિયત હોય છે તો કેટલીક વાતો માટે તે જગયા જાણીતી હોય છે તો આજે વાત કરીશું આવી જ એક જગ્યા વિશે, આ જગ્યા એક ટાપુ છે
આ ટાપુ જાપાનમાં આવેલો છે, જેને ઓકિનોશિમા આઇલેન્ડ તરીકે લોકો ઓળખે છે.અહીની જો કંઈક ખાસ વાત હોય તો તે એ છે કે અહીં મહિલાઓને આ ટાપુની મુલાકાત લેવાની મનાઈ છે. પુરુષો માટે આ ટાપુની મુલાકાત લેવા માટે પણ કડક નિયમો બનાવ્યા છે.તો ચાલો જાણીએ આ ટાપુ વિશેની કેટલીક વાતો
ઓકિનોશિમા આઇલેન્ડને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ કરીકે જાહેર કરાયો છે . 700 ચોરસ મીટરમાં ફેલાયેલો આ ટાપુ ચોથી થી નવમી સદીથી કોરિયન દ્વીપકલ્પ અને ચીન વચ્ચેના વેપારનું કેન્દ્ર હતું તેમ કહેવામાં આવે છે આ સાથે આ ટાપુ પર જતા પહેલા પુરુષો નગ્ન સ્નાન કરવું જરુરી છે તેમ પણ કહેવાય રહ્યું છે.
ધાર્મિક રૂપે આ ટાપુ તદ્દન પવિત્ર માનવામાં આવે છે. પ્રાચીન કાળથી ચાલી રહેલા ધાર્મિક પ્રતિબંધોને હજી પણ આ ટાપુ પર સ્વીકારવામાં આવે છે, જેમાં મહિલાઓના આગમન પર પ્રતિબંધ શામેલ છે.
આ ટાપુ પર એક વર્ષ દરમિયાન માત્રનમે માત્ર 200 માણસો જ વિઝિટ કરી શકે છે. જે લોકો આ ટાપુની મુલાકાત લે છે તેમને કડક સૂચના આપવામાં બહારથઈ કોઈ પણ વસ્તુ ન લાવવાની આ સાથએ જ અહી આવ્યા હોવાની જાણકારી બીજા કોઈ લોકોને પણ ન આપવી જોઈએ
એક અહેવાલ મુજબ ત્યાંથી પરત ફરતા લોકો પણ તેમની સાથે ઘાસ જેવી સામાન્ય વસ્તુ પણ લાવી શકતા નથી. આ ટાપુ પર મુનાકાતા તાઈશા ઓકિટ્સુ મંદિર સ્થિતિ છે, જ્યાં સમુદ્રની દેવીની પૂજા કરવામાં આવેતી હોય છે.