સામાન્ય રીતે આપણી આસપાસ એવી ઘણી વનસ્પતિઓ ગોય છે જેને આપણે રોજબરોજના જીવનમાં જોતા હોઈએ છીએ પરંતુ એમાથઈ કેટલીક વનસ્પતિઓ એવી છે કે જે આપણા આરોગ્યને ખૂબ રીતે ફઆયદો કરે ચે તેમાં સમાયેલા ગુણો અનેક બીમારીઓને દૂર કરે છે આજે એવી જ વનસ્પતિ એટલે કે ગિલોય વિશે વાત કરીશું જેમાં અનેક સ્વાસ્થ્ય લક્ષી ગુણો સમાયેલા છે.
મેદસ્વિતા ઘટાડે છે ગિલોયનું જ્યૂસ
ખાસ કરીને જે લોકો મદસ્ગિવિતાથી પીડાઈ રહ્યા છે તેમણે સવારે ખાલી પેટે ગિલોયના જ્યૂસનું સવેન કરવું જોઈે જે મેદસ્વિતાને ઘટાડે છે.ગિલોયનો રસ શરીરમાંથી વધુ પડતી ચરબી દૂર કરે છે .
ગિલોયના ઉપયોગથી સાંધાના દુખાવામાં થાય છે રાહ
શરીરમાં કેલ્શિયમની ઉણપથી છૂટકારો મેળવવા અને સાંધાના દુખાવામાં રાહત મેળવવા માટે ગિલોયના રસનો ઉપયોગ કરી શકાય છે. તેનું સેવન કરવાથી શરીરની માંસપેશીઓ મજબૂત બને છે, તેના કારણે હાડકાં તેના સેવનથી મજબુત થાય છે.
અનેકર પોષ્કતત્વો થી ભરપુર
ગિલોયમાં ઘણા પોષક તત્વો મળી આવે છે. ગિલોયમાં ગિલોઇન, ટીનોસ્પોરીન, ટીનોસ્પોરિક એસિડ, આયર્ન, પામરિયન, ફોસ્ફરસ, કોપર, કેલ્શિયમ અને ઝીંક જેવા પોષક તત્વો હોય છે.
ડાયાબિટિસના દર્દીઓ માટે રામબાણ ઈલાજ
ગિલોય ટાઇપ 2 ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં અસરકારક છે. ગિલોયનો જ્યુસ પીવાથી બ્લડ શુગરના વધેલા સ્તરને ઘટાડી શકાય છે. ગિલોય ઇન્સ્યુલિન પ્રતિકાર ઘટાડે છે. આવી સ્થિતિમાં ગિલોયનો રસ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.