Site icon Revoi.in

જાણો વિશ્વના કેટલાક એવા દેશો કે જ્યાં ફરવા જવા માટે તમારે  વિઝાની નથી પડતી જરુર

Social Share

સામાન્ય રીતે આપણે ભારતની બહાર કોઈ દેશમાં જવું હોઈ એટલે સૌ પ્રથમ વિઝાની જરુર પડે છે,જો કે વિશ્વના ઘણા દેશઓ એવા છે કે જો તમારે જ્યા ફરવા જવું હોય તો વિઝાની જરુર નથી તો ચાલો જાણીએ આવા દેશો વિશે

આ યાદીમાં પાડોશી દેશ નેપાળનો સમાવેશ થાય છે, પડોશી દેશ નેપાળમાં જવા માટે ક્યારેય વિઝાની જરૂર પડતી નથી.

બ્રાઝીલ જ એક એવો દેશ નથી જ્યાં ભારતીયોને વિઝા લેવાની અનિવાર્યતા નથી. વિશ્વમાં કુલ 58 દેશ એવા છે જ્યાં જવા માટે ભારતીય નાગરિકોને વિઝા લેવાની જરૂર પડતી નથી

આ સાથે જ મોરેશિયસ કે જે દક્ષિણ હિન્દ મહાસાગરમાં ટાપુઓ પર સ્થિત છે જ્યા વસેલા મોરેશિયસમાં 60 દિવસ સુધી વિઝા વગર રહેવાની મંજુરી છે.

બીજો દેશ છે મકાઉ કે જે પર્લ નદીના ડેલ્ટા પર આવેલા ચીનના વહીવટી તંત્રમાં આવતા દેશમાં ભારતીય નાગરિકને 30 દિવસ સુધી વિઝા લેવાની જરૂર પડતી નથી.

આ પેલેસ્ટાઈન દેશ પણ એક એવો છે કે જ્યા ભારતીય પાસપોર્ટ પર વગર વિઝાએ રહી શકાય છે.
ભુટાન પણ પડોશી દેશ છે અને અહીં વિઝાની જરૂર પડતી નથી.

વાનુવાતુ કે જે દક્ષિણ પ્રશાંત મહાસાગરનો ટાપુ પર વસેલા વાનુવાતુ દેશમાં ભારતીયો 6 મહિના સુધી વગર વિઝાએ રહી શકે છે.

બીજીસતરફ ઈન્ડોનેશિયા, 3 હજાર ટાપુઓના બનેલા ઈન્ડોનેશઇયામાં ભારતીય નાગરિકોને 30 દિવસ સુધી વિઝાની જરૂર પડતી નથી.

આ સાથે જ ડોમેનિકા, વેસ્ટ ઈન્ડિઝના એક કેરેબિયન દેશમાં 6 મહિના સુધી ભારતીય નાગરિક વિઝા વગર રહી શકે છે.