જાણો કેટલીક એવી ખાદ્ય ચીજ વસ્તુઓ વિશે જે ક્યારેય નથી થતી ખરાબઃ- અને હંમેશા રહે છે ફાયદા કારક
- મધ હંમેશા સારુ રહે છે
- ચોખા ક્યારેય ખરાબ થતા નથી
- મીઠૂં પણ લાંબા સમય સુધી તેની ગુણવત્તા જાળવી રાખે છે
સામાન્ય રીતે ઘણા ખાદ્ય પ્રદાર્થ એવા હોય છે કે જે માત્ર થોડા સમયમાં જ બગડી જતા હોય છે અથવા તો વધુ સમય પડ્યા રહેવાથઈ તેની ગુણવત્તા સામે પ્રશ્નો ઊભા થાય છે, જ્યારે તેના સામે કેટલીક વસ્તુઓ એવી છે જેની ક્યારેય એક્સપાયર ડેટ નથી હોતી, તે હંમેશા ગુણકારી રહે છે, અને તેમા રહેલા દ્રવ્યો એવાને એવા જ રહે છે.
પરંતુ શું તમે જાણો છો કે કેટલીક એવી સામગ્રી છે જે ક્યારેય બગડતી નથી અથવા તે વસ્તુઓ લાંબા સમય સુધી બગડ્યા વિના પોતાનું પોષણ જાળવી રાખે છે? તો ચાલો જાણીએ એવી કેટલીક સામગ્રી વિશે .
રાઈસઃ- બ્રાઉન રાઇસ સામાન્ય રીતે તેના તૈલી ગુણને કારણે લગભગ ૬ મહિનામાં બગડવાનું શરૂ કરે છે પરંતુ સફેદ ચોખાને અનિશ્ચિત સમય માટે સંગ્રહિત કરી શકાય છે.
એક રિસર્ચ પ્રમાણે સફેદ ચોખાને 40 ડિગ્રી ફેરનહીટથી નીચેના તાપમાને ઓક્સિજન મુક્ત કન્ટેનરમાં સંગ્રહિત કરવામાં આવે છે, ત્યારે સફેદ ચોખા તેના પોષક તત્વો અને સ્વાદને 30 વર્ષ સુધી જાળવી રાખવામાં મદદ કરે છે
મધઃ- ખાસ કરીને મધને વર્ષો વર્ષ સુધી વગર ઉપાયે ગમે તે રીતે સાચવી શકે છે, મધને કાયમ માટે સાચવી શકાય છે. તેની જાદુઈ રસાયણશાસ્ત્ર અને મધમાખીઓ દ્વારા તૈયાર થવાને કારણે તે ક્યારેય બગડતું નથી તે તેનો ગુણઘર્મ જાણવી રાખે છે.
રાયઃ- રાય એક એવું ધાન્ય છે જે ક્યારેય બગડતું નથી, જો સરસવના દાણાનો સારી રીતે સંગ્રહ કરવામાં આવે તો તે તેના ગુણધર્મોને કારણે એક્સપાઇરી ડેટ પછી પણ ઘણા વર્ષો સુધી પોષક તત્વોથી સુરક્ષિત રહે છે. તે તેનો ગુણઘર્મ જાળવી રાખે છે.
મીઠુંઃ- આપણે સૌ કોઈ જાણીએ છે કે મીઠૂં વર્ષો વર્ષ સુધી બગહડતું નથી, મીઠાનો ઉપયોગ સદીઓથી અન્ય ખોરાકને સાચવવા માટેના સાધન તરીકે પણ કરવામાં આવે છે કારણ કે તે ભેજને દૂર કરે છે.અને એટલા માટે જ કોઈ પણ અનાજને સાચવવા માટે મીઠાના ગાંગળા નાખવામાં આવ છે