જાણો વિશ્વના કેટલાક એવા વૃક્ષો વિશે કે જેના સંપર્કમાં આવતા જ મોતનું વધે છે જોખમ
- કેટલાક વૃક્ષો પણ હોય છે જીવલેણ
- આ પ્રકારના વૃક્ષઓથી દૂર રહેવું જોઈએ
- આ વૃક્ષોના સંપર્કમાં આવતા તમે મોતને નોતરી રહ્યા છો
વિશ્વમાં આપણે ઘણી બધી જાણી અજાણી વાતો સાંભળી હશે, કેટલીક વખત તો આવી વાતોને સાંભળીને વિશ્વાસ કરવો જ અશક્ય બનતો હોય છે, જો કે ઘણી વાતો આપણાને કાલ્પનિક લાગતી હોય છે પરંતુ તે સત્ય પણ હોય છે, તો આજે પણ કંઈક આવી વાત કરીશું, કેટલાક એવા વૃક્ષો વિશે જાણીશું કે તેના માત્ર સંપર્કમાં આવતા જ આપણો જીવ જોખમમાં મૂકાય જાય છે.
જી હા, તદ્દન સાચી વાત છે,આમ તો વૃક્ષો અને છોડની વાત આવે છે ત્યારે ચારે બાજુ હરિયાળીનો વિચાર કરીને જ મન પ્રસન્ન થઈ જાય છે. હરિયાળીથી ભરેલા નજારો જોવાનું દરેકને ગમે છે. વૃક્ષો લાકડા, ફળો, ફૂલો, શાકભાજી અને ઘણી જીવન આપતી દવાઓ આપે છેપરંતુ આનાથી વિપરીત વિશ્વમાં કેટલાક વૃક્ષો એવા છે જો આપણે તેના સંપર્કમાં આવી ગયા તો આપણો જીવ પણ જઈ શકે છે, તો ચાલો જાણીએ આ પ્રકારના કેટલાક વૃક્ષો વિશે.આ સાથે જ મનુષ્યો એ આ છોડથી દૂર રહેવું વધુ સારું છે.
પોષમ વડ ટ્રી
આ વૃક્ષનું નામ ” પોષમવુડ ” છે અને તેની ખાસ બાબત એ છે કે તેના પર ઉગેલા ફળ પાકી ગયા બાદ એવી રીતે ફાટે છે જાણે બૉમ્બ ફાટ્યો હોય. ત્યારબાદ ફળમાં રહેલા બીજ 257 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ હવામાં પણ ઉડે છે. જો કોઈ માણસ આ બીજની સામે આવી જાય તો તે ગંભીર રીતે ઘાયલ થઇ શકે છે. આ પ્રકારના વૃક્ષો ઉત્તર અને દક્ષિણ અમેરિકા સહીત અમેઝનના વર્ષાવનમાં જોવા મળે છે.જે માન માટે જોખમી સાબિત થાય છે
મંશીનીલી ટ્રી
આ છોડ મુખ્યત્વે કેરેબિયન ટાપુઓ, દક્ષિણ અમેરિકા, ઉત્તર ફ્લોરિડા અને ઉત્તર અમેરિકાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં જોવા મળે છે. આ ઝાડના લીલા ફળો જોઈને કોઈ પણ વ્યક્તિ છેતરાય જાય છે, પરંતુ આ ફળો એટલા ખતરનાક છે કે વ્યક્તિ તેનું સેવન કરીને મૃત્યુની પાસે જઈ શકે છે. જોકે આ વૃક્ષના લાકડા અને અન્ય ભાગોમાં ઝેર જોવા મળે છે, આમ તો તેના ફળને સૌથી ખતરનાક માનવામાં આવે છે, તેથી તેના ફળોને મૃત્યુનું સફરજન પણ કહેવામાં આવે છે. જોકે કેરેબિયન સુથાર હવે ફર્નિચર બનાવવા માટે આ વૃક્ષના લાકડાનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ તેના ઝેરને દૂર કરવા માટે તેને ખૂબ જ કાળજીપૂર્વક ઘણઆ દિવસો સુધી ભર કડકામાં સૂકવવામાં આવતા હોય છે.
જીમપિ સ્ટીંગર ટ્રી
આ વૃક્ષ ખાસ કરીને ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે, જીમપિ સ્ટીંગર ઝાડ તેના કાંટાઓને કારણે દેખાવમાં આકર્ષક અને સુંદર લાગે છે પરંતુ તેના સાથે જોવા મળતા કાંટાઝેરથી ભરેલા હોય છે. જો મનુષ્ય આ ઝેરના સંપર્કમાં આવે છે તો તેનું મૃત્યુ પણ થઇ શકે છે.
રોજરી પી
આ વૃક્ષના બીજનો ઉપયોગ પ્રાર્થના માળા બનાવવા માટે કરવામાં આવતો હતો, તેથી તેનું નામ રોઝરી પી છે. આ વૃક્ષ પર લાલ રંગના બીજ ખૂબ સુંદર દેખાય છે પરંતુ તેનો વપરાશ મનુષ્યો માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. જો કે આ બીજને સ્પર્શ કરવા ખતરનાક નથી, પરંતુ જો આ બીજ તૂટી જાય છે અથવા ચાવવામાં આવે છે, તો તે માનવ જીવન માટે જીવલેણ છે.
હોગવીડ
સામાન્ય ભાષામાં તેને હોગવીડ અથવા કલર ટ્રી કહેવામાં આવે છે. આ છોડ 14 ફૂટ લાંબો છે, આ છોડના સફેદ ફૂલો ખૂબ સુંદર લાગે છે પરંતુ તે માનવો માટે ખૂબ જ ખતરનાક છે. તેના સંપર્કમાં આવતા, માનવ શરીર પર ફોલ્લાઓ થાય છે અને પછી તે ખતરનાક સ્વરૂપ ધારણ કરે છે.તેની છાલમાં અલ્સર પરુ ભરેલા હોય છે અને તેમાંથી બનેલા ઘા રૂઝાયા પછી પણ વર્ષો સુધી ડાઘ રહી જાય છે.