Site icon Revoi.in

હાથલા થોરનું લાલ ફળ ફીંડલાના ચોકાવનારા ફાયદા વિશે જાણો, જે રોગોને કરે છે જડમૂળથી દૂર

Social Share

હાથલા થોરનું લાલ ફળ જેને ફીંડલા કહેવવામાં આવે છે.હાથલા થોર કાંટાદાર છે. આ છોડને વધુ પાણીની જરૂર હોતી નથી.  તે દેખાવમાં ખૂબ જ સુંદર અને કાંટાદાર છે. આ છોડનો ઉપયોગ મોટાભાગે ઘરની સજાવટ માટે થાય છે. પરંતુ તમે ભાગ્યે જ જાણતા હશો કે તેનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે. તે અનેક રોગોને મટાડવાનું કામ કરે છે.તેમાં કેટલાક વિશેષ પોષક તત્વો હોય છે. તો ચાલો જાણીએ તેના ફાયદાઓ.

હાથલા થોરનું લાલ ફળ ફીંડલામાં વિટામિન બી 6, વિટામિન એ, કે, સી, કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ અને મેંગેનીઝ હોય છે.તેમાં ફાયટોકેમિકલ્સ અને કેટલાક પોલિસેકરાઇડ્સ જેવા સંયોજનો છે. તો ચાલો જાણીએ કે તમે તમારા આહારમાં હાથલાને કેવી રીતે સમાવી શકો છો.

વજન ઘટાડવામાં મદદરૂપ – હાથલા થોરનું લાલ ફળ ફીંડલા  ફાઇબરથી ભરપૂર છે.આ તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.

કેન્સરથી બચવા માટે – એક સંશોધન મુજબ તેમાં કેન્સર વિરોધી ગુણધર્મો છે. તેઓ કેન્સરના કોષોને વધવા દેતા નથી.આ સિવાય તેમાં વિટામિન સી હોય છે. તે પ્રતિરક્ષા વધારવામાં તમને મદદ કરે છે. તે ચેપ અને રોગોથી બચાવવામાં મદદ કરે છે.

ડાયાબિટીઝને અંકુશમાં રાખવા – તે ડાયાબિટીઝની સમસ્યાને રોકવા માટે પણ ફાયદાકારક હોઈ છે. તેમાં હાજર ફાઇબર બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ ડાયાબિટીઝની સમસ્યાને રોકવા માટે કરી શકાય છે.

હાડકાંને મજબૂત બનાવવા માટે – તે કેલ્શિયમથી ભરપુર છે. તે હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે.