- માલદિવ્સ પ્રવાસીઓ માટે બેસ્ટ ડેસ્ટિનેશન
- સુંદર નજારાઓથી ભરેલું છે આ સ્થળ
દેશભરમાં કોરોના મહામારી બાદ અનેક લોકો ફરવા માટે નિકળી પડે છે , ખાસ કરીને અવા કેટલાક સ્થળો છે જે લોકોની પહેલી પસંદ બન્યા છે જેમાં માલદીવ્સનો પણ સમાવેશ થાય છે, આ એક એટલું જાણીતું સુંદર પ્લેસ છે કે તે લોકોની પહેલી પસંદ છે, માલદીવ હંમેશા પ્રવાસીઓ માટે ખાસ હતું. પરંતુ આ બે વર્ષમાં માલદીવમાં પ્રવાસીઓની અવરજવર સતત ચાલુ છે. માલદીવ તેના સુંદર બીચને કારણે લોકો ખૂબ જ પસંદ કરે છે. તો ચાલો જાણીએ માલદીવની કેટલીક ખાસ વાતો
માલદીવની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો ધ્યાનમાં રાખો કે અહીં સૂર્યના કિરણો બરાબર 90 ડિગ્રીના ખૂણા પર પડે છે. જેના કારણે સનબર્ન થવાની સંભાવના વધારે છે. અહીં આવનારા લોકોએ તેમની સાથે ઓછામાં ઓછું APF 50નું સનસ્ક્રીન લાવવું આવશ્યક છે.
માલદીવ એ વિશ્વના એવા કેટલાક સ્થળોમાંનું એક છે જ્યાં ઘણી સંખ્યામાં વ્હેલ શાર્ક જોવા મળે છે. તમે આ વ્હેલ શાર્કને દરિયામાં સરળતાથી જોઈ શકો છો.
માલદીવના મોટાભાગના બીચ સુંદર સફેદ રંગના હોય છે. આ સફેદ રેતી અદ્ભુત અને ખૂબ જ સુંદર તથા આકતર્ષક નજારો ફેલાવે છે.
આ સાથે જ અહીં કોરલાઇન બીચ ખૂબ જ દુર્લભ છે અને વિશ્વમાં માત્ર પાંચ ટકા બીચમાં જોવા મળે છે. તેથી જ માલદીવને વિશ્વમાં સ્વર્ગ કહેવામાં આવે છે.
માલદીવના સમુદ્રમાં દુર્લભ કાચબાની ઘણી જાતો રહે છે. જેમાં ચામડાની પીઠથી લઈને લાંબી ગરદન અને લીલા કાચબાનો સમાવેશ થાય છે.
માલદીવ ધીમે ધીમે સંકોચાઈ રહ્યું છે. પર્યાવરણની કાળજી રાખનારાઓએ તેને બચાવી શકાય તે માટે ઘણા કાયદાઓ બનાવ્યા છે. પરંતુ પ્રદૂષણને કારણે 2030 સુધીમાં તે સંપૂર્ણપણે દરિયામાં ડૂબી જશે તેમ કહેવામાં આવી રહ્યું છે.
માલદીવ વિશ્વના સૌથી સપાટ સ્થળોમાંનું એક છે. અહીંની ઊંચાઈ સમુદ્ર સપાટીથી માત્ર 1.5 મીટર છે.