દોરડા કુદવાથી થતા ફાયદા નુક્સાન વિશે જાણી લો,અનેક રીતે રહેશો સ્વસ્થ
કેટલાક લોકો શરીરને ફીટ રાખવા માટે અથવા કેટલાક લોકો પોતાના શરીરનું વજન ઉતારવા માટે દોરડા કુદતા હોય છે. તે વાત પણ મોટાભાગના લોકો માને છે કે દોરડા કુદવાથી શરીરમાં કેલરી બર્ન થાય છે અને તેનાથી શરીરનું વજન પણ યોગ્ય પ્રમાણમાં ઉતરી શકે છે તો હવે આ લોકોએ એ વાતને પણ જાણવી જોઈએ કે દોરડા કુદવાથી કેટલીક વાર નુક્સાન પણ થાય છે.
સૌથી પહેલા જો વાત કરવામાં આવે હાર્ટને લગતી સમસ્યાની તો હૃદયની બીમારીથી પીડિત લોકોએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેમની એક ભૂલ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. કેટલાક લોકો હાર્ટ પેશન્ટ હોવા છતાં વિચાર્યા વગર દોરડા કુદવા જેવી અનેક કસરતો કરવાની ભૂલ કરી બેસે છે.
આ ઉપરાંત જે લોકોને હાડકા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, તેઓએ દોરડા કૂદવા જેવી શારીરિક પ્રવૃત્તિ પણ ન કરવી જોઈએ. તમારી આ ભૂલ હાડકાના દુખાવામાં વધુ વધારો કરી શકે છે. જો વજન વધવાને કારણે હાડકાંમાં દુખાવો થતો હોય અને તમે તેને ઓછું કરવા માંગતા હોવ તો એવા વિકલ્પો શોધો, જેનાથી હાડકાં પર વધારાનું દબાણ ન આવે. સાથે સાથે જે લોકોએ થોડા સમય પહેલા સર્જરી કરાવી હોય તેઓએ પણ દોરડા કુદવા જેવી કસરત કરવાનું ટાળવું જોઈએ. જો શસ્ત્રક્રિયા પછી શરીર સંપૂર્ણપણે સાજુ ન થયું હોય, તો આ સ્થિતિમાં ભૂલથી પણ દોરડું ન કૂદવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે આ તમામ માહિતીને માત્ર જાણકારી માટે તૈયાર કરવામાં આવી છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.