Site icon Revoi.in

જમતા પહેલા સ્વિટ ખાવું જોઈએ કે પછી જમ્યા બાદ,જાણો આ વાતની હકીકત વિશે

Social Share

ભારતીય પરંપરામાં કોઈ પણ રાત્રિભોજન મીઠાઈ વિના પૂર્ણ થતું નથી  દરેક લોકોને જમવાની સાથે મીઠાઈ ખાવાની આદત હોય છે,શીરો, રસ કે શ્રીખંડ ઉનાળામાં તો આડે દિવસે મીઠાઈઓ પમ સ્વિટ તો ખાવાથી ચૂકતા નથી આ સાથે જ રાત્રે પણ મીઠાઈ ખાવાની ઈચ્છા હોય છે. મીઠાઈ ખાવાથી ડોપામાઈન હોર્મોનનું સ્ત્રાવ થાય છે જે તમને સારું લગાવે છે.

પરંતુ શું રાત્રિભોજન પછી મીઠી ખાવું શરીર માટે સારું છે? નિષ્ણાતોનું કહેવું છે કે આ બિલકુલ સારું નથી અને તેનાથી હૃદયની તબિયત બગડી શકે છે. વજન વધવાની પણ શક્યતા છે.કોરોનરી હાર્ટ ડિસીઝ પાછળ મીઠો ખોરાક સક્રિય હોય છે.

આ સાથએ જ આયુર્વેદ મુજબ જમતા પહેલા મીઠાઈઓ ખાવી સારી ગણવામાં આવે  છે. પરંતુ, જમ્યા પછી મીઠાઈ ખાવાની આદતને ટાળવાના ઘણા કારણો છે. રાત્રે ભારે જમ્યા પછી મીઠો ખોરાક ખાવાથી તેને પચવામાં લાંબો સમય લાગે છે, જેના કારણે બ્લડ સુગરનું પ્રમાણ સારી રીતે વધે છે.

જમ્યા પછી મીઠાઈઓ ખાવાથી પાચનમાં વિક્ષેપ પડી શકે છે અને ગેસ અને પેટનું ફૂલવું થઈ શકે છે. તેના બદલે, ભોજન પહેલાં મીઠાઈઓ ખાવાથી સ્વાદની કળીઓ ઉત્તેજિત થાય છે. પરંતુ ખાંડ એટલી ઝેરી છે કે તે ફિટનેસ અથવા શારીરિક સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે.જેથી જો તમે સ્વિટ ખાવાના શોખીન છો તો જમ્યા પહેલા ખાઈલો,જેથી ભોજન માપમાં જમાશે અને નુકશાન નહી કરે