- સૌથી ઓછી કેલેરી વાળી વસ્તુઓ ખાવામાં ફાયદા કારક
- અનેક પોષક તત્વોથી પણ છે ભરપુર
આપણે સૌ લોકો ખાવાપીવામાં ખૂબ ધ્યાન આપીએ છીએ, જો કે ખાવામાં ઓછી કેલેરી વાળઈ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ જેથી વેઈટલોસ કરવામાં મદદ મળી રહે છે,ઘણઆ ખાદ્ય પ્રદાર્થ એવા છે કે જેમાં ખૂબ જ ઓછી કેલેરી હોય છે
જો આપણે રોજીંદા જીવનમાં વપરાશ ખર્ચ કરતાં વધુ કેલરીનું સેવન કરીએ તો તે વધારાની કેલરી ચરબી બની જાય છે અને શરીરમાં સંગ્રહિત થાય છે. જો કે તે પણ એક મિથ છે કે બધી કેલરી સમાન હોય છે.ખાસ કરીને ફળો અથવા શાકભાજીમાં ઓછી કેલરી હોય છે જેથી તેને ખાવામાં ખૂબ ઓછી કેલેરી મળે છે જે હેલ્થને ફાયદો કરે છે
ફળોમાં વધુ ખવાતા સફરજનમાં 100 ગ્રામ દિઠ સફરજનમાં માત્ર 62 કેલરી અને 3 ગ્રામ ડાયેટરી ફાઈબર હોય છે.
આ સાથે જ 100 ગ્રામ ડુંગળીમાં 40 કેલરી અને 1.7 ગ્રામ ડાયેટરી ફાઈબર હોય છે. આ ઉપરાંત તેમાં 9.34 ગ્રામ કાર્બોહાઈડ્રેટ પણ હોય છે.ડુંગળી ઉનાળાની ગરમીમાં રાહત આપે છે. તે પેટની ગરમી તથા ત્વચા પર તતા ખીલમાં રાહત આપે છે.
જ્યારે શાકભાડજીમાં સૌથી હેલ્ધી ફૂડ ગણાતા પાલકમાં 100 ગ્રામ પાલક દિઠ માત્ર 23 કેલરી હોય છે અને તેમાં 2.9 ગ્રામ પ્રોટીન અને 2.2 ગ્રામ ડાયેટરી ફાઈબર પણ હોય છે.જેથી ખાવામાં અને વેઈટ લોસ કરવામાં ખૂબ ગુણકારી સાબિત થાય છે.
સલાડમાં ખવાતું બીટ 100 ગ્રામ બીટમાં 43 કેલરી અને 2.8 ગ્રામ ડાયેટરી ફાઈબર હોય છે.જેથી આ બીટ ખાવાથી હેલ્થ તંદુરસ્ત રહે છે
આ સાથે જ કોબીજ 100 ગ્રામ કોબીમાં માત્ર 25 કેલરી અને 2.5 ગ્રામ ડાયેટરી ફાઈબર હોય છે.જેથી તે ખાવામાં ગુણકારી હોય છે.ખાવામાં સલાડ અને તેનું શાક પણ ખૂબ ગુણ કરે છે.
જો ગાજરની વાત કરીએ તો તેમાં 100 ગ્રામ ગાજરમાં 35 કેલરી અને 3 ગ્રામ ડાયેટરી ફાઈબર હોય છે. તેમાં 3 ગ્રામ સુગર પણ હોય છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી.જેથી ગાજરનો જ્યૂસ સ્વસ્થ્ય માટે ગુણકારી છે, દરરોજ સવારે નાસ્તામાં ગાજરના જ્યૂસનું સેવન કરવું જોઈએ
સલાડમાં ખવાતી કાકડીની વાત કરીએ તો 100 ગ્રામ કાકડીમાં માત્ર 16 કેલરી હોય છે. આ ઉપરાંત તેમાં 0.5 ગ્રામ ડાયેટરી ફાઈબર અને 1.67 ગ્રામ સુગર પણ હોય છે.
માં જોવા મળે છે જેત્વચાને પણ ફાયદો કરે છે અને પાચન શક્તિ પણ મજબૂત બનાવે છે.