Site icon Revoi.in

ઔષધીય ગુણોથી ભરપૂર લીલા લસણના અઢળક ફાયદાઓ વિશે જાણો

Social Share

શિયાળામાં લીલું લસણ અને ડુંગળી સૌથી વધારે જોવા મળે છે. આમ તો લસણનો ઉપયોગ દરેક ઘરમાં થતો જ હોય છે. પરંતુ લીલા લસણની વાત અલગ જ હોય છે.તેનો સ્વાદ સૌમ્ય અને ઓછો તીખો હોય છે.કળી બનતા પહેલા લીલા લસણને જમીનમાંથી બહાર કાઢવામાં આવે છે. તેનો ઉપયોગ ઘણી વાનગીઓમાં થાય છે.તો આજે તમને જણાવીએ લીલું લસણ ખાવાથી થતા લાભ વિશે.

લીલા લસણમાં એલિસિન નામનું એન્ટીઓક્સીડેંટ ભરપૂર માત્રામાં હોય છે.તે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં સક્રિય ઘટક તરીકે કામ કરે છે, શરીરમાં બળતરા ઘટાડે છે, શરદી, ઉધરસ અને ફ્લૂથી બચાવે છે.

આ સિવાય આ શક્તિશાળી એન્ટીઑકિસડેંટ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. કેટલાક અભ્યાસો અનુસાર, લસણમાં હાજર એલિસિન કેન્સર જેવી ગંભીર બીમારીઓને રોકવામાં પણ મદદ કરી શકે છે.

મગજ સુધી રક્ત સંચાર બરાબર ન થતો હોય તેવી તકલીફ જેમને હોય તેમણે લીલું લસણ ખાસ ખાવું. લીલા લસણના સેવનથી રક્ત પરીભ્રમણ સારી રીતે થાય છે.હાઈ બીપીની તકલીફ હોય તો લીલું લસણ ખાવાની શરૂઆત તુરંત જ કરી દો. લસણના લીલા પાન ખાવાથી પણ લાભ થાય છે. ડાયાબિટિસના દર્દીઓએ ખાસ લીલું લસણ ખાવું જોઈએ. હાઈ બીપીને પણ લીલું લસણ કાબુમાં રાખે છે.