- વિશ્વનો સૈથી મોંધો મહેલ
- અહી રહેવાની કિમંત અધધધ
- સામાન્ય લોકો માટે અંહી રહેવું એક સપના સમાન
બ્રિટિશ રોયલ ફેમિલી વિશ્વની ચર્ચાનો વિષય છે,તેમનો રહેવાનો ઠાઠ માઠ ખૂબ જ આકર્ષક અને એક્સપેન્સિવ છે . જો વાત કરવામાં આવે તેમના શાહી મહેલ ‘બકિંગહામ પેલેસ’ તો દરેકનું સપનું હશે કે તે આ મહેલમાં રહેવાનું જો કે તે સામાન્ય માણસને પરવડે તેવું નથી. આ મહેલમાં રહેવાનું ભાડું કરોડોમાં હોઈ શકે છે. એક અભ્યાસમાં આ વાત સામે આવી છે.
‘ધ બિઝનેસ ટાઈમ્સ’ના અહેવાલ મુજબ, જો તમારે શાહી રીતે જીવવું હોય તો તમારે બકિંગહામ પેલેસની જરૂર પડશે. આ માટે તમારે 1.3 બિલિયન પાઉન્ડ એટલે કે લગભગ 1,73,84,75,20,000 રૂપિયા ખર્ચવા પડશે. બ્રિટિશ શાહી પરિવારનું ઘર બકિંગહામ પેલેસ વિશ્વનું સૌથી મોંઘું ઘર છે. જો કે, આ ઘર વેચાણ અને ભાડા માટે ઉપલબ્ધ નથી.
મેકકાર્થી સ્ટોને આ અંગે એક અભ્યાસ કર્યો હતો. જો તે વેચાણ માટે હોય તો 775 રૂમ વાળા લંડન નિવાસની કિંમત કેટલી હશે તે બહાર આવ્યું છે. બ્રિટનમાં આ શાહી નિવાસની કિંમત કોરોના મહામારી પહેલા 100 મિલિયન પાઉન્ટ આંકવામાં આવી હતી.
જેમાં પ્રોપર્ટી ડેવલપરના અંદાજ મુજબ બ્રિટનના રોયલ પ્રોપર્ટી પોર્ટફોલિયોના કુલ મૂલ્ય વિશે વાત કરીે તો તેમાં મહેલ અને લોજનો સમાવેશ થાય છે. 2022માં તેમની કિંમત 3.7 બિલિયન પાઉન્ડ સુધી પહોંચી ગઈ છે. જ્યારે 2019 પહેલા તેમની કિંમત 460 મિલિયન પાઉન્ડ હતી.ટૂંક માં કહીે તો બ્રિટનનું આ હાઉસ સામાન્ય માણના ગજાની વાત નથી, આ સાથે જ કરોડો પતિ પણ આના સપના જોી તો મોંધા પડી જાય.શાહીરાજ ઠાઠ માટે આ મહેલ જાણીતો છે,વિશ્વભરમાં તેની ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે.