Site icon Revoi.in

જાણો એ જગ્યા વિશે જ્યા સ્થિત એક દુકાન બાદ ભારતની સરહદ થાય છે સમાપ્ત

Social Share

આપણે આપણા દેશ વિશે અનેક બાબતો સાંભળી છે, ભારતની સરહદો ક્યા ક્યા આવેલી છે, ક્યા આપણું ભારત પુર્મ થાય છે, પરંતુ આજે વાત કરીશું એક એવી દુકાન વિશે કે જ્યાથી ભારતની સીમા થાય છે પુરી, જીહા આ દુકાનનું નામ પણ છે હિન્દુસ્તાન કી અતિંમ દુકાન ..કારણ કે આ દુકાન બાદ ભારતની સરહદ પુરી થઈ જાય છે.

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંથી એક આનંદ મહિન્દ્રાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ દ્વારા આ જગ્યા વિશે જણાવ્યું છે. આ પોસ્ટમાં તેમણે 2 દિવસ પહેલા ભારતમાં છેલ્લી દુકાન વિશે માહિતી શેર કરી છે. જો કે દેશના દરેક ગામ-શહેરની ગલીઓમાં નાની-મોટી દુકાનો જોવા મળશે, પરંતુ ભારતની છેલ્લી દુકાન વિશે જાણીને ખૂબ જ આશ્ચર્ય થાય છે,તો ચાલો જાણીએ.

ભારતની છેલ્લી દુકાન ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ દુકાનનું નામ “હિન્દુસ્તાનની છેલ્લી દુકાન” છે. ચમોલી જિલ્લામાં એક ગામ માના છે જે ચીનની સરહદની ખૂબ નજીક છે. આ જ ગામમાં આ દુકાન છે. આ પછી ભારતની સરહદ સમાપ્ત થાય છે.

ચંદેહ સિંહ બરવાલે આ દુકાન 25 વર્ષ પહેલા માના ગામમાં ખોલી હતી. આ પછી, જેમ જેમ લોકોને આ દુકાન વિશે જાણવાનું શરૂ થયું, તે દેશભરમાં પ્રખ્યાત થઈ ગઈ. જો કોઈ પ્રવાસી ઉત્તરાખંડની મુલાકાતે આવે છે, તો તે આ દુકાનને જોવા માટે ચોક્કસ આવે છે. આ દુકાન તેની ચા અને મેગી માટે જાણીતી છે.

આ ગામનું પોતાનું ધાર્મિક મહત્વ પણ છે. પહેલા આ ગામનું નામ મણિભદ્રપુરમ હતું. લોકોનું કહેવું છે કે આ ગામ મહાભારત સાથે સંબંધિત છે. એવું માનવામાં આવે છે કે આ ગામમાંથી પાંડવો સ્વર્ગ જવા નીકળ્યા હતા. આ સ્થાનથી માર્ગ સ્વર્ગ તરફ જાય છે. ગામના મુખ્ય માર્ગ પર બોર્ડ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ભારતની સરહદ પરનું છેલ્લું ગામ છે.

આ દુકાનમાંચાય અને સ્વાદિષ્ટ મેગી ખૂબ વખાણ છે. અહીં આવતા પ્રવાસીઓ ચા અને મેગી  ખાય ને તેની સેલ્ફી સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરે છે. આનંદ મહિન્દ્રાએ ટ્વિટ કર્યું છે કે આ દુકાન પર ચા પીવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે પોતાની ટ્વીટમાં લખ્યું, “શું અહીં ચા પીવી અમૂલ્ય નથી?