- રિયલ ટાર્જનની કહાની
- જંગસલમાં વિતાવ્યા 41 વર્ષ
- માનવ સાથે રહેતા 8 વર્ષમાં જ થયું મોત
- માનવ દુનિયામાં આવતા તે વ્યક્તિ બન્યો કેન્સરનો શિકાર
- અઠવાડિયા પહેલા જ રિયલ ટાર્જન ગણાતા હો વેન લેંગે દમ તોડ્યો
મોગલી આ ફિલમ તો મોટા ભાગના લોકો એ જોઈજ હશે, જેમાં એક બાળક જંગલમાં જાનવરો સાથે સરસ રીતે પોતાનું ખુશી ખુશીથીજીવન જીવી રહ્યો હોય છે,આ રીતે તમે ‘ટારઝન’ વિશે પણ સાંભળ્યું હશે, પરંતુ જો આવા ઈન્સાન જો ખરેખરમાં જોવા મળે તો ચોક્કસ નવાઈ લાગશે જ, જી હા આજે વાત કરીશું એક એવા જ વ્યક્તિની કે જેમણે મોગલી કે ટાર્જનની જેમ પોતાના જીવનના 41 વર્ષો જંગલમાં પસાર કર્યા હતા.જો કે આઠ વર્ષ પહેલા આ રિયલ ટાર્જન વિશે દુનિયાને જાણ થઈ હતી.
41 વર્ષ સુધી જંગલોમાં રહ્યા બાદ તેને માનવની દુનિયામાં લાવવામાં આવ્યો, પરંતુ દુઃખની વાત એ છે કે ‘વાસ્તવિક ટારઝન’ માત્ર આઠ વર્ષમાં જ મનુષ્યો સાથે રહી શક્યો અને છેલ્લે મોતને ભેટ્યો,મોતનું કારણ ખૂબ જ દુખ ભર્યું છે.
હો વેન લેંગે તેના પિતા સાથે જંગલમાં 41 વર્ષ જીવ્યા બાદ વિતેલા સોમવારે એક રોગમા કારણે જીવ ગુમાવ્યો હતો,. તેના પિતા 1972 માં જંગલમાં રહેવા ચાલ્યા ગયા, જ્યારે વિયેતનામ યુદ્ધ દરમિયાન અમેરિકન બોમ્બ ધડાકામાં તેમનો અડધો પરિવાર માર્યો ગયો હતો.
લેંગે તેના જીવનમાં અન્ય કોઈ માનવીને ક્યારેય એટલે કે ક્યારેય જોયો ન હતો. તેને માનવ સંસ્કૃતિ, પહેરવેશ, ખાણી -પીણી વિશે કોઈ પણ જાત વિશે ખ્યાલ જ નહોતો. પરંતુ વર્ષ 2013 માં, અનેક લોકોને તે બંને વિશે ખબર પડી અને બંનેને માનવીઓ વચ્ચે લાવવામાં આવ્યા. પરંતુ દુર્ભાગ્યવશ, લેંગના પિતા પ્રથમ માનવ સંસ્કૃતિમાં એડજસ્ટ થઈ શક્યા નહીં અને તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ. અને દુનિયાને છોડી દીધી.
આ પછી, માનવ સંસ્કૃતિમાં આવ્યાના માત્ર આઠ વર્ષ પછી, લેંગે પણ વિશ્વને અલવિદા પણ કહ્યું. લેંગ જંગલમાં ખૂબ જ તંદુરસ્ત જીવન જીવી રહ્યો હતો, પરંતુ માણસો વચ્ચે હોવાના કારણે તેણે માત્ર ને માત્ર આઠ વર્ષ પછી, લેંગને લીવર કેન્સર હોવાનું નિદાન થયું અને તેના કારણે તેનું મૃત્યુ થયું.
ડો કાસ્ટવે નામની એક કંપની, જે લોકોને જંગલોમાં રહેવાની યુક્તિઓ શીખવે છે. એ કંપનીના એલ્વેરો સેરેઝો માનવીઓ વચ્ચે આવ્યા બાદ લેંગને મળ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ એલ્વેરોએ જણાવ્યું હતું કે તેમનું મૃત્યુ માનવ વિશ્વમાં આવ્યા પછીના થયેલા પરિવર્તનને કારણે થયું છે. તેમણે કહ્યું કે લેંગે તૈયાર કરેલો ખોરાક લેવાનું શરૂ કરી દીધું હતું અને આલ્કોહોલનું પણ સેવન કર્યું હતું. આ ઉપરાંત, જંગલની સરખામણીમાં તેમની રીતભાત પણ તદ્દન અલગ હતી. લેંગને એક સારા વ્યક્તિ તરીકે વર્ણવતા તેમણે કહ્યું કે તેમની અસ્તિત્વની કુશળતા અદભૂત હતી.