જાણો આ વિશ્વના અજબ ગામ વિશે, જ્યા છેલ્લા 12 વર્ષથી માત્ર દિકરીઓનો જ થાય છે જન્મ,વૈજ્ઞાનિકો પણ થયા હેરાન
- જાણો એક ખાસ ગામ વિશે
- 12 વર્ષથી નથી જનમ્યો એક પણ દિકરો
દીકરીઓના જ થાય છે અહી જન્મ
સામાન્ય રીતે આપણે અવનવી વસ્તુઓ સાંભળતા કે જોતા આવ્યા છે.ઘણી વાતો એવી છે કે જ્યા વિજ્ઞાન પણ ફેલ થી જાય છે આવી જ વાત કરીળશું આજે એક ગામ વિશે, વિશ્વમાં એક ગામ એવું છે કે જ્યા બાળકીો વદુ જન્મ લે છે અને આ વાતથી વિજ્ઞાન પણ હેરાન છે દુનિયા માં ઘણી એવી રહસ્યમય જગ્યાઓ છે, જેના વિશે જાણીને વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
દુનિયામાં એક એવું ગામ છે જ્યાં 12 વર્ષથી માત્ર છોકરીઓનો જન્મ થઈ રહ્યો છે એટલે કે આટલા વર્ષોમાં અહીં કોઈ છોકરાનો જન્મ થયો નથી. આ જાણીને અજુગતું લાગશે, પરંતુ આ બિલકુલ સત્ય છે. ગામડાના આ રહસ્ય વિશે જાણીને વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેઓ પણ સમજી શક્યા નથી કે આ ગામમાં આવું કેમ થઈ રહ્યું છે.
એક મીડિયા રિપોર્ટની વાત જો માનવામાં આવે તો, આ રહસ્યમય ગામ પોલેન્ડમાં આવેલું છે જેનું નામ મિજેસ્કે ઓડ્રજેનસ્કિ છે. આ ગામમાં છેલ્લા 12 વર્ષમાં કોઈ છોકરાનો જન્મ થયો નથી, અહીં માત્ર છોકરીઓ જ જન્મ લઈ રહી છે.અહીંના મેયરે વર્ષ 2019માં એક જાહેરાત કરી હતી જે ખૂબ જ આશ્ચર્યજનક છે. મેયરે જાહેરાત કરી હતી કે ગામમાં કોઈને પુત્રનો જન્મ થશે તો તે પરિવારને ઈનામ આપવામાં આવશે.
જ્યારે વૈજ્ઞાનિકોને આ ગામ વિશે ખબર પડી તો તેઓએ આ રહસ્ય જાણવા માટે સંશોધન કર્યું. પરંતુ ઘણા સંશોધન કર્યા પછી પણ તેને કોઈ સફળતા મળી ન હતી. આ ગામમાં કોઈ છોકરાનો જન્મ કેમ નથી થયો તે વૈજ્ઞાનિકો શોધી શક્યા નથી.
માત્ર વૈજ્ઞાનિકો જ નહીં, પત્રકારો અને ટીવીમાં કામ કરતા લોકોએ આ ગામ પર સંશોધન કર્યું છે. પરંતુ હજુ સુધી આ ગામનું રહસ્ય એક કોયડો જ છે.જે ઇકેલાયો જ નથી.વિશ્વના આ અનોખા ગામમાં 300ની વસ્તી છે. એકવાર અગ્નિશામકોના યુવા સ્વયંસેવકો માટે પ્રાદેશિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગામની આખી ટીમ છોકરીઓ હતી. ત્યારથી તે ગામમાં ચર્ચામાં છે.