- વિશઅવનું સૌથી આળસું જાનવન
- તેનું જીવન 90 ટકા લટકીને જ પસાર થાય છે
- જે ગરદનને આખી ગુાવી શકવાની ક્ષમતા ધરાવે છે
વિશ્વમાં અવનવા પ્રાણીઓ અને પશુો વિશે તેમે સાંભળ્યું હશે, પણ આજે એક એવા આળસું પશુંની વાત કરીશું કે જે દિવસભર વૃક્ષ પરજ ઊંઘુ લટકીને પડ્યું રહે છે, તેના સમગ્ર જીવનકાળ દરમિયાન તે 90 ટકા જીવન લટકીને જ સપાર કરી દે છે
એવું કહેવાય છે કે જો તેને ક્યારેય ભાગવું પડે તો તે ખૂબ જ ધીરે ધીરે ભાગે છે. તમને જણાવી દઈએ કે આ પ્રાણી મુખ્યત્વે દક્ષિણ અને મધ્ય અમેરિકામાં જોવા મળે છે. તે શાકાહારી સસ્તન પ્રાણી છે, જેની કુલ છ પ્રજાતિઓ છે. આ જીવોને બે જૈવિક પરિવારોમાં વહેંચવામાં આવ્યા છે. એક પરિવારમાં મેગાલોનિસીડે નામની બે આંગળીઓ હોય છે જ્યારે બીજી પ્રજાતિમાં ત્રણ આંગળીઓ હોય છે જેને બ્રેડીપોડિડે કહેવાય છે.
સામાન્ય રીતે, આ બંને જાતિના સ્લોથ વૃક્ષો પર રહેવાનું પસંદ કરે છે. એવું માનવામાં આવે છે કે કોઈ સમયે આ દરિયાઈ જીવો પણ હતા જે તરતા હતા, પરંતુ તેમની આ પ્રજાતિ હવે લુપ્ત થઈ ગઈ છે.
જ્યારે સ્લોથ ઊંઘે છે, ત્યારે તેમના સ્નાયુઓ તંગ બનીને સ્થિર થઈ જાય છે. તે જ સમયે, જ્યારે તેઓ જાગતા હોય છે, ત્યારે તેઓ ઢીલા પડે છે,જ્યારે ખુદ તેઓની આળસ તેના સ્નાયુઓને ઢીલા કરે છે. તેના પગ પણ ખાસ છે. તેના પગના આંગળીઓ અલગ નથી પરંતુ વળે છે અને એક સાથે ખુલે છે.
જો તેમના આહારની વાત કરીએ તો તે ભોજન કરવા બેસતા નથી. તેઓ ઝાડ પર લટકતા લટકતા જ ખોરાક ખાય છે. એવું માનવામાં આવે છે કે ગાયના પેટની જેમ તેમના પેટમાં પણ ચાર ખંડ હોય છે. પરંતુ તેમનું પાચનતંત્ર ખૂબ જ ધીમી ગતિએ કામ કરે છે. આ જ કારણ છે કે તેમનો આહાર વધારે નથી. તેઓ વૃક્ષના કેટલાક પાન ખાઈને આરામથી જીવન નિર્વાહ કરે છે.
એવું માનવામાં આવે છે કે એક સુસ્ત સ્લોથને એક પાંદડું પચવામાં લગભગ એક મહિનાનો સમય લાગી શકે છે.તેની ગરદનની પણ પોતાની વિશેષતા છે. તેઓ તેમની ગરદનને 270 ડિગ્રી સુધી ફેરવી શકે છે, કારણ કે તેમની ગરદનમાં ઉમદા કરોડરજ્જુ છે. આ કારણે તેમને કંઈ જોવા માટે ઉઠવું પડતું નથી કે ફરીને જ તે જોઈલે છે.