આ 5 વસ્તુઓ હાડકાઓમાંથી કેલ્શિયમ નિચોવી લે છે,જાણો તેના વિશે
પ્રદૂષણ, અયોગ્ય સમય પર જમવાનું, જંક ફૂડ, મીલાવટવાળુંફૂડ – આ બધી વસ્તુઓના કારણે અનેક પ્રકારની સમસ્યા થાય છે, આવામાં જો સૌથી ખતરનાક વસ્તું હોય તો એ છે કે કેટલીક વસ્તુઓ વ્યક્તિના હાડકાને કમજોર કરવાનું કામ કરે છે. જેમ કે વધારે મીઠાનું સેવન શરીરમાં કેલ્શિયમના લેવલને ઓછુ કરી શકે છે અને ઓસ્ટિયોપોરોસિસના ખતરાને વધારી શકે છે. ઓસ્ટિયોપોસિસ એક બીમારી છે. જેમાં હાડકા કમજોર થઈ જાય છે અને સરળતાથી તૂટી જાય છે. એશિયા પેસિફિક જર્નલ ઓફ ક્લિનિકલ ન્યૂટ્રિશનમાં પબ્લિશ એક સ્ટડીમાં, વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે જે લોકો વધારે મીઠાનું સેવન કરે છે તેમનામાં ઓસ્ટિયોપોરોસિસ થવાની સંભાવના વધારે હોય છે.
મોટાભાગના લોકો ઘરનું ભોજન ખાવાની જગ્યા પર જંક અને ફાસ્ટ ફૂટનું સેવન કરે છે. પરંતુ ફ્રાઈડ, જંક ફૂડ, મીઠુ, કેફેન વગેરે વસ્તુઓનું વધારે સેવન કરવાથી તમારા હાડકા કમજોર થઈ જાય છે અને તમને ઓસ્ટિયોપોરોસિસની સમસ્યા થઈ શકે છે. એવામાં નીચે દર્શાવેલી વસ્તુઓનું વધારે પડતુ સેવન ટાળો.
વધારે ગળી વસ્તુઓ ખાવાથી પણ બોન હેલ્થને નુકસાન થઈ શકે છે. જો તમે ખૂબ વધારે ખાંડ ખાવ છો અને જરૂરી પોષક તત્વોથી ભરપૂર ડાયેટ નથી લેતા તો કેલ્શિયમ તમારા હાડકાથી અવશોષિત થઈ જાય છે અને તે કમજોર થઈ જાય છે.