જાણો આપણા દેશમાં જ આવેલા આ અનોખા રેલ્વે સ્ટેશનો વિશે – જેમાં એક સ્ટેશન પર જવા માટે વિઝાની હોય છે જરુર
- ભારતમાં આવેલા છે આ પ્રકારના રેલ્વે સ્ટેશન
- એક સ્ટેશન પર જવા માટે વિઝાની છે જરુર
આપણા દેશમાં ઘણી બધી એવી આશ્ચર્યજનક જગ્યાઓ છે, જેના વિશે જાણ્યા પછી વિશ્વાસ કરવો મુશ્કેલ છે. ભારતમાં ઘણા અજીબોગરીબ રેલ્વે સ્ટેશનો પણ છે, દિલ્હી-મુંબઈ રેલ માર્ગ પર આવું અનોખું રેલવે સ્ટેશન છે જે બે રાજ્યોમાં સમાવેશ પામેલું છે. આ જાણીને તમને થોડું અજુગતું લાગતું હશે, પરંતુ આ બિલકુલ સાચું છે.
રાજસ્થાનનું ભવાની મંડી રેલ્વે સ્ટેશન
આ રેલ્વે સ્ટેશન રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં આવે છે, જ્યાં અડધી ટ્રેન એક રાજ્યમાં પાર્ક થાય છે, અને અડધી અન્ય રાજ્યમાં પાર્ક કરવામાં આવે છે.ભારતમાં ઘણા રેલવે સ્ટેશનો તેમની સુંદરતા માટે પ્રખ્યાત છે, જ્યારે ઘણા તેમના પ્લેટફોર્મ માટે જાણીતા છે. પરંતુ રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં દિલ્હી-મુંબઈ રેલ માર્ગ પર સ્થિત ભવાની મંડી સ્ટેશન તેની વિશિષ્ટતા માટે જાણીતું છે.
કોટા ડિવિઝનમાં આવતું આ સ્ટેશન રાજસ્થાન અને મધ્ય પ્રદેશ વચ્ચે વહેંચાયેલું છે. આ અનોખા રેલવે સ્ટેશન પર બંને રાજ્યોની સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. આ રેલ્વે સ્ટેશન મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બોર્ડર પર આવેલું છે, જેમધ્યપ્રદેશના લોકોને દરેક કામ માટે ભવાની મંડી સ્ટેશન આવવું પડે છે, જેના કારણે બંને રાજ્યોના લોકો વચ્ચે પરસ્પર પ્રેમ અને સંવાદિતા જોવા મળે છે. રાજસ્થાનની સરહદ પર આવેલા લોકોના ઘરનો આગળનો દરવાજો ભવાની મંડી શહેરમાં ખુલે છે, જ્યારે પાછળનો દરવાજો મધ્યપ્રદેશના ભૈંસોડા મંડીમાં ખુલે છે. સૌથી મહત્વની વાત એ છે કે બંને રાજ્યોના લોકોનું માર્કેટ પણ એક જ છે.
નવાપુરનું રેલ્વે સ્ટેશન
આ સ્ટેશન પણ ભવાની મંડી જેવા બે રાજ્યોમાં વહેચાંયેવું જોવા મળે છે. આ અનોખું રેલવે સ્ટેશન ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે આવેલું છે. આ રેલવે સ્ટેશન પર હાજર બેન્ચ બે રાજ્યોમાં પડે છે. આ સ્ટેશનની સૌથી અનોખી વાત એ છે કે અહીં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી અને મરાઠી ભાષાઓમાં જાહેરાતો કરવામાં આવે છે.
જ્યારે આ સ્ટેશનની રચના થઈ ત્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત એક જ રાજ્ય હતા. નવાપુર સ્ટેશન યુનાઈટેડ મુંબઈ પ્રાંતમાં પડતું હતું, પરંતુ વર્ષ 1961માં જ્યારે તેનું વિભાજન થયું ત્યારે આ સ્ટેશન મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વિભાજિત થઈ ગયું હતું.
અટારી રેલ્વે સ્ટેશન,પંજાબ
ભારતના આ અનોખા રેલવે સ્ટેશનની મુલાકાત લેવા માટે વિઝા જરૂરી છે. તમે વિઝા વિના અહીં જઈ શકતા નથી. આ રેલવે સ્ટેશન પંજાબના અમૃતસર જિલ્લામાં આવેલું છે. જો તમે આ સ્ટેશન પર વિઝા વગર પકડાઈ જાઓ છો, તો તમારી વિરુદ્ધ કેસ નોંધવામાં આવી શકે છે. એકવાર કેસ નોંધાયા પછી જામીન પણ ભાગ્યે જ મળે છે. આ સ્ટેશનથી સમજૌતા એક્સપ્રેસને ફ્લેગ ઓફ કરવામાં આવી છે. આ સ્ટેશન ભારતના પંજાબમાં છે, પરંતુ કોઈ પણ ભારતીય પાકિસ્તાની વિઝા વિના આવી શકતો નથી