મોબાઈલના સેટિંગ્સમાં જઈને આ ઓપ્શન વિશે જાણી લો,આ રીતે બચાવે છે વ્યક્તિનો જીવ
કેટલીક વાર મોબાઈલ વધારે ગરમ થઈ જવાના કારણે મોબાઈલ બ્લાસ્ટ થવાની પણ ઘટનાઓ બનતી હોય છે. ક્યારેક એવો સમય પણ આવી જાય છે કે તેના કારણે વ્યક્તિને પોતાનો જીવ પણ ગુમાવવાનો સમય આવે છે. આવામાં દરેક કંપનીના મોબાઈલમાં એક એવો ઓપ્શન આવે છે જેના કારણે તે આ પ્રકારની ઘટનાઓથી બચી શકાય છે.
મોબાઈલની લોક સ્ક્રીન પર સરળતાથી ઈમરજન્સી કોન્ટેક્ટ ઈન્ફોર્મેશન મૂકી શકો છો, જેથી કોઈને તમારો મોબાઈલ મળે અથવા ઈમરજન્સીની સ્થિતિમાં તે નંબર પર કોલ કરી શકે. તમારા મોબાઈલની લોક સ્ક્રીન પર ઈમરજન્સી કોન્ટેક્ટ ઈન્ફોર્મેશન બતાવવા માટે નીચેના સ્ટેપ્સને અનુસરો.
તમારા મોબાઇલ પર જાઓ અને મોબાઇલ સેટિંગ ખોલો. મોબાઈલના સેટિંગમાં જઈને ઓપન લોક સ્ક્રીન અને પાસવર્ડ પર જાઓ. હવે તમને નીચે એડવાન્સ્ડ સેટિંગ્સ લખેલું દેખાશે, તેના પર ક્લિક કરો. હવે તમારે Lock Screen Owner Info પર ક્લિક કરવું પડશે અને ફોન લોક સ્ક્રીન પર તમે કોનો નંબર દેખાડવા માંગો છો તેનો નંબર અહીં લખો અને સેટિંગ્સને સેવ કરો.
ઉલ્લેખનીય છે કે ઘણા યુઝર્સ આ વાતને ગંભીરતાથી નથી લેતા કે તેમના સ્માર્ટફોનની લૉક સ્ક્રીન પર ઇમરજન્સી નંબર પ્રદર્શિત કરવું કેટલું મહત્વપૂર્ણ છે. કારણ કે જો તમે તમારા ફોન પર ઈમરજન્સી કોન્ટેક્ટ નંબર સેટ નહીં કરો તો કોઈ પણ ઈમરજન્સીની સ્થિતિમાં તમારા પરિવારના સભ્યોનો સંપર્ક કરી શકશે નહીં.