- આ છે સૌથી લાંબી દાઢી વાળા વ્યક્તિ
- કેનેડાના શીખે બનાવ્યો લાંબી દાઢી રાખવાનો રેકોર્ડ
વિશ્વભરમાં ઘણા લોકો એ અનેક રેકોર્ડ બનાવ્યા છે. કોઈ સૌથી લાંબી હાઈટ વાળું છે તો કોી સૌથી ઓછી હાઈટ વાળું તો વળી કોીના નખ સૌથી લાંબા છે તો કોઈના વાળ તો વળી કોઈની દાઢી, જી હા વાત કરીએ દુનિયાના એવા વય્યક્તિની કે જેણે પોતાની દાઢી ક્યારેય કપાવી જ નથી અને હવે તેમણે વિશ્વમાં સૌથી લાંબી દાઢી બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે.
આ વ્યક્તિની દાઢી આશ્ચર્યજનક લાંબી છે જે 8 ફૂટ અને 3 ઇંચ લાંબા માપવામાં આવ્યા હતા, ત્યારે કેનેડાના આ શીખ, જેઓ પહેલાથી જ જીવંત માણસ પર વિશ્વની સૌથી મોટી દાઢી માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે, ત્યારે હવે તેમણે કેનેડામાં પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે.
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ મુજબ, કેનેડાના રહેવાસીએ શરૂઆતમાં 2008માં તેની દાઢી માપી હતી, જ્યારે તે 7 ફૂટ 8 ઇંચ લાંબી હતી, તેણે બિર્જર પેલાસ સ્વીડનના અગાઉના 1.77 મીટરના રેકોર્ડને તોડી નાખ્યો હતો. સરવને 2010 માં રોમ, ઇટાલીમાં લો શો ડેઇ રેકોર્ડના સેટ પર તેની દાઢીને ફરીથી માપી,8 ફૂટ 2.5 ઇંચ દાઢી સાથે તેનો રેકોર્ડ વિસ્તાર્યો. પરંતુ જ્યારે 15 ઓક્ટોબર, 2022 ના રોજ ફરીથી માપન કરવામાં આવ્યું ત્યારે તે વધુ લાંબી હતી.
શીખ ધર્મને અનુસરતા સરવન એ ક્યારેય દાઢી નથી કરી. સરવન સિંહેનું આ અંગે કહેવું છે કે, 17 વર્ષની ઉંમરથી તેણે દાઢી કરાવી જ નથી છે રેકોર્ડ બુકમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે માપની લંબાઈમાં કોઈ ફેરફાર ન થાય તે માટે વાળ માપન પહેલા કુદરતી અને ભીના હોવા જોઈએ. સરવન પાસે દરરોજ તેની દાઢી જાળવવા માટે ખૂબ જ કાળજી લે છે.