Site icon Revoi.in

આ છે યમનની રાજધાની કે જે પૃથ્વીની સપાટીથી 3,200 મીટરની ઉંચાઈ પર આવેલી છે, જ્યા નથી પડતો વરસાદ

Social Share

આજે વાત કરીશું એવા ગામની કે જ્યા વરસાદ નથી પડો જ્યા એક તરફ મેઘાલયના મસીનરામ ગામમાં સૌથી વધુ વરસાદ પડે છે, પરંતુ શું તમે આજ સુધી કોઈ એવી જગ્યા વિશે સાંભળ્યું છે જ્યાં ક્યારેય વરસાદ ન પડ્યો હોય.એક એવું ગામ છે જ્યાં ક્યારેય વરસાદ પડતો નથી. આ ગામનું નામ અલ-હુતૈબ છે, જે યમનની રાજધાની સનાની પશ્ચિમે આવેલા મનખ ડિરેક્ટોરેટના હારાજ વિસ્તારમાં આવેલું છે. એક રિપોર્ટ અનુસાર, આ ગામ પૃથ્વીની સપાટીથી 3,200 મીટરની ઉંચાઈ પર આવેલું છે.

એક માહિતી પ્રમાણે, આ ખૂબ જ ગરમ વિસ્તાર છે, પરંતુ શિયાળાની ઋતુમાં, અહીં સવાર ખૂબ જ ઠંડી હોય છે. શિયાળાની સવારમાં અહીં એટલી ઠંડી પડે છે કે લોકો રજાઈ વગર તેમના પથારીમાં આરામથી સૂઈ પણ શકતા નથી. જો કે સૂર્ય ઉગતાની સાથે જ ઠંડી પણ ગાયબ થઇ જતાં લોકોને ફરી ભીષણ ગરમીનો સામનો કરવો પડે છે.

કહેવાય છે કે આ ગામની વસાહત ખૂબ જ અદભૂત છે. જેના કારણે મોટી સંખ્યામાં લોકો આ ગામમાં ફરવા અને અહીંના સુંદર નજારાને માણવા આવતા રહે છે. આ ગામ પહાડની ટોચ પર આવેલું છે અને આ પહાડની ટોચ પર જે મકાનો બનાવવામાં આવ્યા છે તે જોવામાં ખૂબ જ સુંદર લાગે છે.

આ ગામમાં યમન સમુદાયના લોકો રહે છે. ગામ સાથે જોડાયેલી ખાસ વાત એ છે કે અહીં ક્યારેય વરસાદ પડતો નથી કારણ કે આ ગામ વાદળોની ઉપર આવેલું છે. જેના કારણે આ ગામની નીચે વાદળો બને છે અને વરસાદ પડે છે.જેથી ખબર રહેતી નથી.