Site icon Revoi.in

સ્કિનની સમસ્યાઓ દૂર કરવા માટે લગાવો સોપારીના પાન જાણો કેવી રીતે

Social Share

આપણે બધાએ સોપારીના પાનનો ઉપયોગ પૂજા પાઠ માટે કર્યો હશે.આ સિવાય સોપારીના પાનનો ઉપયોગ પાન બનાવવા માટે કરવામાં આવે છે. બજારમાં ઘણા પ્રકારના પાન મળે છે. ઘણા લોકો સોપારીના પાન ખાલી પેટ પણ ચાવતા હોય છે.તેનાથી પાચક તંત્ર મજબૂત બંને છે, પરંતુ શું તમે જાણો છો કે,સોપારીના પાન ત્વચાની સમસ્યાઓ દૂર કરવા માટે પણ વાપરી શકાય છે. પાન ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. તો અમે તમને જણાવીશું કે સોપારીના પાનનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.

ખીલથી છૂટકારો આપે છે

સોપારીના પાનમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે ખીલથી છૂટકારો મેળવવામાં મદદ કરે છે. તમે ખીલ વાળી જગ્યા પર તેની પેસ્ટ લગાવો અને જયારે આ પેસ્ટ સરખી રીતે સુકાઈ જાય તો પાણીથી ધોઈ લો.

વાળને ખરતા અટકાવે છે

આયુર્વેદ મુજબ, ખરતા વાળથી છૂટકારો મેળવવા માટે સોપારીના પાન અને નારિયેળ તેલને મિકસ કરી લો..આ મિશ્રણને અડધો કલાક વાળ પર રાખો અને પછી તેને શેમ્પૂથી ધોઈ લો.

રેડનેસને દૂર કરે છે

જો તમને રેડનેસની સમસ્યા છે, તો પછી સોપારીના પાનને પાણીમાં ઉકાળો અને ઠંડુ થયા પછી ચહેરા પર લગાવો. તેનું પાન તમારી ત્વચામાં ક્લીંઝરની જેમ કાર્ય કરે છે જે સૂક્ષ્મજંતુઓ અને ગંદકીને દૂર કરે છે.

ફેસ પેક

તમે સોપારીના પાનને ફેસ પેક તરીકે વાપરી શકો છો. આ માટે તમારે સોપારીના પાનની પેસ્ટ તૈયાર કરી મુલતાની માટીમાં મિલાવી પડશે. આ પેસ્ટ લગાવવાથી ચહેરો ગ્લો થશે. આ સિવાય સોપારીના પાનની પેસ્ટને પીસીને ચહેરા પર પણ લગાવી શકાય છે. લગભગ 15 મિનિટ પછી ચહેરાને પાણીથી ધોઈ લો.