Site icon Revoi.in

તણાવ અને ચિંતાની સમસ્યાથી કેવી રીતે મળશે છુટકારો,જાણો

Social Share

સ્વાસ્થ્યના નિષ્ણાતો દરેક લોકોને શારીરિક અને માનસિક એમ બંને સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની સલાહ આપે છે. સ્વસ્થ અને પૌષ્ટિક આહારનું સેવન કરીએ તો ચિંતા-તણાવ અને ડિપ્રેશન જેવી ઘણી પ્રકારની સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાઓનું જોખમ ઘટાડી શકાય છે.

આહારના નિષ્ણાતોનું કહેવું છે કે દરેક લોકોએ રોજ બદામનું સેવન જરૂરથી કરવું જોઈએ. જે પ્રકારે આપણા શરીરને પોષણની આવશ્યકતા હોય, તેવી જ રીતે મગજને પણ સ્વસ્થ રાખવા માટે અને યોગ્ય રીતે કામ કરવા માટે આની જરૂર હોય છે. અખરોટ, પલાળેલી બદામ, કિસમિસ, ખજૂર,જેવા સુકામેવા માનસિક સ્વાસ્થ્ય માટે ઘણા લાભદાયક માનવામાં આવે છે. અખરોટ જેવા અખરોટનું સેવન બૌદ્ધિક વિકાસ માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે.

મગજને સ્વસ્થ રાખવા અને યોગ્ય રીતે કામ કરવામાં મદદરૂપ થવા માટે એન્ટી ઓક્સીડેન્ટયુક્ત પદાર્થોની આવશ્યકતા જરૂરી છે. આ તમારા મગજને સ્વસ્થ રાખવાની સાથે સાથે શરીરની કોશિકાઓને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવવામાં મદદરૂપ છે. એન્ટી ઓક્સસીડેન્ટ ફ્રી રેડિકલ્સને બિન અસરકારક અને તમારા મનની સ્થિતિને સંતુલિત કરવામાં બહુ જ અસરકારક માનવામાં આવે છે. ગુલાબી અને લાલ રંગના ફાળો અને શાકભાજીઓ, જેમ કે તરબૂચ અને ટામેટું એન્ટી-ઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે.

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઘણા પ્રકારના ઔષધીય પીણાં શરીર માટે અસરકારક માનવામાં આવ્યા છે. હર્બલ-ટી મગજને પોષણની સાથે-સાથે માનસિક સ્થિતિ અને યાદશક્તિમાં વધારો કરવા અમેત તમારા માટે ફાયદાકારક છે.