અમદાવાદ: આપણી ગુજરાતી ભાષામાં તથા દુનિયાની તમામ ભાષામાં એક કહેવત છે કે હેલ્થ ઈઝ વેલ્થ.. એનો અર્થ એ છે કે સ્વાસ્થ્ય જ તમારી પૂંજી છે. આ બાબતે આજે જાણીશું કે વ્હાઈટ શુગર અને બ્રાઉન શુગર વચ્ચે શો ફરક છે અને તમારા માટે શું યોગ્ય છે.
જો કે, આ બંને શુગરનો ઉપયોગ તમામ ફૂડ આઇટમ્સમાં મિઠાસ લાવવા માટે જ કરવામાં આવે છે પરંતુ વ્હાઇટ અને બ્રાઉન શુગરમાં કેટલોય ફરક છે, જેમ કે તમે બધા જાણો છો કે ખાંડ એટલે કે વ્હાઇટ શુગર.
શેરડી અને બીટના પાકથી જ બ્રાઉન અને વ્હાઇટ શુગરનું ઉત્પાદન કરવામા આવે છે. જો કે, બંનેને બનાવવાની પ્રક્રિયા તદ્દન અલગ છે. સૌથી પહેલા શેરડીનો રસ કાઢવામાં આવે છે ત્યારબાદ શેરડીના રસને શુદ્ધ કરવામાં આવે છે અને ત્યારબાદ તેનો ગોળ બનાવવા માટે ગરમ કરવામાં આવે છે. આ પ્રોસેસમાં પણ તેમાં ઘણી ગંદકી નિકળે છે.
ગોળ બનાવ્યા પછી એક મશીન મારફતે ખાંડને ક્રિસ્ટલાઇઝ્ડ ફૉર્મમાં બદલાઇ જાય છે અને ત્યારબાદ ખાંડ ક્રિસ્ટલને ગોળથી અલગ કરી દેવામાં આવે છે. વ્હાઇટ શુગરને ત્યારબાદ બ્રાઉન શુગરમાં બદલાઇ જાય છે. જ્યાં વ્હાઇટ શુગર બનાવવા માટે ગોળને અલગ કરવામાં આવે છે તો બ્રાઉન શુગરમાં ગોળનું પ્રમાણ મિક્સ કરવામાં આવે છે. ગોળ મિક્સ કરતાં જ વ્હાઇટ શુગર બ્રાઉન શુગરમાં બદલાઇ જાય છે.
બ્રાઉન શુગરના ફાયદા
બ્રાઉન શુગર તમારા શરીર અને મગજ માટે ફાયદાકારક છે જે ગ્લૂકોઝના ફોર્મમાં લોહીમાં પ્રવેશ કર્યા બાદ ઊર્જામાં પરિવર્તિત થાય છે. બ્રાઉન શુગર મોટાની સાથે-સાથે આ
બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે.
બ્રાઉન શુગરના સેવનથી તમારા સ્કિનનો ગ્લો પણ જળવાઇ રહે છે. ખાંડ તમારા ખીલ, એક્ઝિમા અને ત્યાં સુધી કે સોજા જેવી ત્વચાની કેટલીય સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. સ્કિન માટે આ એક એક્સફોલિએટના સ્વરૂપમાં કામ કરે છે. મેટાબોલિઝ્મને બૂસ્ટ કરે છે બ્રાઉન શુગર અને વજન ઓછુ કરવામાં પણ છે ઉપયોગી.
વ્હાઇટ શુગરના લાભ
સામાન્ય રીતે વ્હાઇટ શુગરનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. ચા, હલવો, ખીર, બેકરી, કેક અને તમામ પ્રકારની મિઠાઇઓ બનાવવા માટે વ્હાઇટ શુગરનો ઉપયોગ કરવામાં આવે છે. વ્હાઇટ શુગર સ્વાદમાં તો સારી હોય જ છે તેના સાથે જ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે. સ્વાસ્થ્ય માટે તમામ પોષક તત્વોનું સંતુલન જાળવી રાખવા માટે ખાંડ જરૂરી છે. ત્યારે વાત જો બ્રાઉન શુગરની કરીએ તો તેના પણ કેટલાય ફાયદા હોય છે. બ્રાઉન શુગરમાં રહેલ કાર્બોહાઇડ્રેટ શરીરની સાથે-સાથે મગજને પણ ગ્લૂકોઝ આપે છે. જાણો, બ્રાઉન શુગર અને સફેદ ખાંડના ફાયદા.
વ્હાઇટ શુગરના સાઇડ ઇફેક્ટ
વ્હાઇટ શુગરનું સેવન એ હૃદય અને શુગરના દર્દીઓ માટે હાનિકારક થઇ શકે છે. ખાંડના સેવનથી બ્લડમાં શુગરનું પ્રમાણ વધી જાય છે અને તેનાથી વજન વધવાનું જોખમ પણ રહે છે.