જો તમે કંઈક મીઠી વસ્તુ બનાવવાનું વિચારી રહ્યા છો, તો કેસરનો હલવો બનાવી શકાય છે. તો ચાલો જાણીએ તેને બનાવવાની રીત વિશે…
સામગ્રી
રવો – 2 કપ
ખાંડ – 2 કપ
દેશી ઘી – 5 ચમચી
કેસર – 2 ચપટી
બદામ – 10
પિસ્તા – 10
કાજુ – 10
એલચી પાવડર – 2 ચમચી
બનાવવાની રીત
1. સૌ પ્રથમ એક કઢાઈ લો. તેમાં ઘી નાખીને ગરમ કરો.
2. આ પછી ઘી ઓગળી જાય એટલે તેમાં રવો ઉમેરો.
3. મીડીયમ આંચ પર રવાને હલાવો.
4. એક અલગ વાસણમાં પાણી મૂકો અને તેમાં ખાંડ ઉમેરો.
5. ખાંડ અને પાણીને ગેસ પર રાખી ખાંડની ચાસણી તૈયાર કરો.
6. આ પછી, વચ્ચે વચ્ચે ચમચા વડે રવાને હલાવતા રહો.
7. જ્યારે રવો બદામી થઈ જાય ત્યારે કાજુ, બદામ, પિસ્તા કાપીને તેમાં નાખો.
8. રવામાં ડ્રાય ફ્રૂટ્સ સારી રીતે મિક્સ કરો.
9. જ્યારે ચાસણી ઉકળે એટલે ગેસ બંધ કરી દો.
10. જો રવો બરાબર બદામી થઈ ગયો હોય તો તેમાં ખાંડની ચાસણી નાખો.
11. રવામાં ખાંડની ચાસણી મિક્સ કરો.
12. ઉપર કેસર ઉમેરો અને તેને રવામાં સારી રીતે મિક્સ કરો.
13. તમારો કેસર નો હલવો તૈયાર છે. મહેમાનોને સર્વ કરો.