- બ્રાહ્મી ઓષધીય ગુણોથી ભરપૂર
- બ્રાહ્મીના છે સ્વાસ્થ્ય વર્ધક લાભ
- બ્રાહ્મી યાદશક્તિને બનાવે છે સારી
બ્રાહ્મી એક પ્રાચીન ઓષધી છે. તે ઓષધીય ગુણોથી ભરપૂર છે. તેનો ઉપયોગ ઓષધીયોમાં હજારો વર્ષોથી કરવામાં આવે છે. આ છોડ જમીન પર ફેલાયેલો હોય છે. આના પર ઘણા પ્રકારના ફૂલો આવે છે જેમકે, સફેદ, ગુલાબી અને વાદળી વગેરે.તેનો સ્વાદ ઠંડો હોય છે. આ છોડ મેમરી સુધારવાનું કામ કરે છે. તેના ઘણા સ્વાસ્થ્ય લાભ છે, તો ચાલો જાણીએ તેના સ્વાસ્થ્ય વર્ઘક લાભ
ચિંતા અને તણાવને ઘટાડે છે
બ્રાહ્મી કોર્ટિસોલનું સ્તર ઘટાડે છે. તે તણાવ અને ચિંતાને ઘટાડવાનું કામ કરે છે. કોર્ટિસોલ તણાવ સાથે સંકળાયેલ એક હોર્મોન છે. તે શરીરમાં સેરોટોનિનના સ્તરને વધારીને સ્ટ્રેસબસ્ટર તરીકે કામ કરે છે. આ માટે તમે બ્રાહ્મીના પાંદડાનું સેવન ચાવીને કરી શકો છો..
ઈમ્યુનિટી વધારવા માટે
આપણે આપણા રોજિંદા આહારમાં એન્ટીઓકિસડેંટનો સમાવેશ કરી શકીએ છીએ. તે ઈમ્યુનિટી વધારવામાં એક સારી રીત છે. બ્રાહ્મી શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવવાનું કામ કરે છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. તે અનેક રોગો સામે લડવામાં મદદ કરે છે. તેનાથી હૃદયરોગ, ડાયાબિટીઝ અને કેન્સર જેવી જોખમી બીમારીથી બચી શકાય છે.
વાળ વધારવા માટે
જો તમારે લાંબા વાળ રાખવાં હોય તો તમે બ્રાહ્મીનો ઉપયોગ કરી શકો છો. તમે તમારા સ્કેલ્પ પર બ્રાહ્મી લગાવી શકો છો. તે વાળને પોષણ આપવાનું કામ કરે છે. તે વાળ ખરતા અટકાવવામાં મદદ કરે છે.