- કેરીની છાલનું કરો સેવન
- સ્વાસ્થ્ય માટે લાભદાયક
- અનેક રોગોને કરે છે દૂર
ઉનાળામાં ફળોનો રાજા તરીકે કેરી ખુબ જ પ્રખ્યાત છે, કેરી દરેકની ફેવરીટ હોય છે. ઉનાળો આવે એટલે બધા જ કેરીની રાહ જોવા લાગે છે. તમે કેરી ખાઈને તેની છાલનું શું કરો છો? શું તમે પણ તેને કચરામાં ફેંકી દો છો? જો તમે પણ કેરીની છાલને ફેંકી દો છો તો એવું કરવાની બિલકુલ જરૂર નથી આજે અમે તમને તેના ઉપયોગ જણાવીશું.
કેરીની છાલનું સેવન કરતા પહેલા તેને સારી રીતે ધોઈ લો. તેમાં એન્ટીઓકિસડેંટ અને એન્ટિ-કેન્સર ગુણધર્મો છે. તે આરોગ્યની ઘણી સમસ્યાઓ દૂર કરવા માટે કામ કરે છે.
તેમાં ફાઇબરની માત્રા વધારે હોય છે. તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. તેમાં વિટામિન એ, સી અને એન્ટીઓકિસડેંટ ગુણ હોય છે. તેઓ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે કાર્ય કરે છે.
કેરીની છાલ ત્વચા માટે સારી છે. તે કરચલીઓ સામે લડવામાં મદદ કરે છે અને ત્વચાને ગ્લોઇંગ બનાવે છે
એન્ટીઓકિસડેંટથી ભરપૂર કેરીની છાલમાં એન્ટિ-કેન્સર ગુણ હોય છે અને તે ફેફસાં, પેટ, સ્તન, મગજ અને કરોડરજ્જુ જેવા કેન્સરની સારવારમાં ફાયદાકારક હોઈ શકે છે.
કેરીની છાલ ફાયટોનટ્રિએન્ટ્સથી ભરપુર છે. તે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી હાર્ટને લગતી ઘણી સમસ્યાઓથી બચી શકાય છે