- આજે વર્લ્ડ હાર્ટ ડેની કરાઈ રહી છે ઉજવણી
- 2000 માં વર્લ્ડ હાર્ટ ડે ઉજવવાની થઇ શરૂઆત
- હાર્ટની સેહત માટે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ
વર્લ્ડ હાર્ટ ડે દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે.આ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં હાર્ટની સેહત માટે પ્રતિ લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. વર્લ્ડ હાર્ટ ડે ઉજવવાની શરૂઆત વર્ષ 2000 માં થઈ હતી. વર્લ્ડ હાર્ટ ફેડરેશન અનુસાર,અગાઉ નક્કી કરવામાં આવ્યું હતું કે,દર વર્ષે સપ્ટેમ્બરના છેલ્લા રવિવારે ઉજવવું જોઈએ, પરંતુ વર્ષ 2014 માં આ ખાસ દિવસની ઉજવણી માટે 29 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી હતી.તે પહેલીવાર 24 સપ્ટેમ્બર 2000 ના રોજ ઉજવવામાં આવી હતી.
કોરોનામાં હાર્ટની સમસ્યા
આજે કોરોનાના યુગમાં તેનું મહત્વ વધી ગયું છે, જ્યારે મહામારી વચ્ચે હૃદય સંબંધિત સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. ડોકટરો પણ સંકેત આપી રહ્યા છે કે કોરોના મહામારીને કારણે લોકોની પ્રવૃત્તિમાં ઘટાડો થયો છે અને મોટી સંખ્યામાં લોકો હૃદય સંબંધિત રોગો તરફ ખેંચાઈ રહ્યા છે.એવામાં તે મહત્વનું છે કે,તેઓ નિયમિત ચેક-અપ કરાવતા રહે અને તમામ સંજોગો વચ્ચે પણ સારી જીવનશૈલીનું પાલન કરે.
તેનું મહત્વ શું છે?
વર્લ્ડ હાર્ટ ફેડરેશન અનુસાર, વિશ્વમાં દર વર્ષે 18.6 મિલિયન લોકો હૃદય સંબંધિત રોગોને કારણે મૃત્યુ પામે છે. તે વિશ્વભરમાં લોકોના મૃત્યુનું સૌથી મોટું કારણ બની ગયું છે. નિષ્ક્રિય જીવનશૈલી અને ખરાબ ખોરાકની આદતોએ 35 વર્ષથી વધુ ઉંમરના યુવાનોમાં હૃદયરોગનું જોખમ પણ વધારી દીધું છે. છેલ્લા 5 વર્ષમાં, હૃદયની સમસ્યાઓથી પીડાતા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. જેમાં મોટાભાગના લોકો 30-50 વર્ષની વયજૂથના પુરુષો અને મહિલાઓ છે.