Site icon Revoi.in

ગર્ભવતી મહિલા જો લીલા નારિયેળનું પાણી પીવે તો તેને થાય છે અનેક ફાયદા,જાણો

Social Share

લીલા નારિયેળ અથવા સામાન્ય નારિયેળ તેનું પાણી આમ તો મોટાભાગના લોકોને ભાવે જ, લોકોને પસંદ આવે જ કારણ કે તેમાં મીઠાશ એવી હોય છે. પણ જો આ નારિયેળનું પાણી ગર્ભવતી મહિલા પીવે તો તે પાણી તેના માટે અમૃત સમાન બની જાય છે.

વાત એવી છે કે એક નાળિયેરનાં પાણીમાં 283 કેલરી અને 41 ટકા ફેટ હોય છે. સાથે-સાથે તેમાં16 મિગ્રા સોડિયમ, 8 ટકા પોટેશિયમ, 10 ટકા આયર્ન, 2 ટકા વિટામિન ડી,6.0 ટકા વિટામિન બી6 અને છ ટકા મેગ્નેશિયમ હોય છે. તેમાં એન્ટીઓક્સિડન્ટ, મેંગેનીઝ, એમિનો એસિડ અને સાઇટોકાઇન જેવાં પોષકતત્વો પણ હોય છે.

નારિયેળનું સેવન સિમિત માત્રામાં કરવામાં આવે તો ફાયદો થાય છે અને ખાસ કરીને તે પ્રેગ્નન્ટ વૂમન માટે વધુ હિતકારી છે. નારિયેળમાં વિટામિન E હોય છે. જે બીમારીમાં લડવામાં મદદ કરે છે. આ સિવાય આપ નારિયેળના દૂધ અને તેલનું પણ સેવન કરી શકો છો.