જાણો ઘી ખાવાના અનેક ફાયદાઓ -જેમાં ગાયનું ઘી સર્વોત્તમ ગણાય છે
દેશી ઘી શરીર માટે ફાયદા કારક ગણાય છે, બાળકના જન્મ વખતે માતાને ઘીથી ભરપુર વસ્તુઓ ખવડાવવામાં આવે છે, જો કે ઘણું લાભદાયી છે, પરંતુ ઘણા લોકો તેની સરખામણી તેલ, માખણ આદિ ચરબીયુક્ત પદાર્થો સાથે કરીને તેને અવોઈડ પણ કરે છે.
ઘી આપણા શરીર માટે માટે જરૂરી છે. તે હાડકાં, વાળ, ત્વચાની સાથે સાથે પાચનને પણ સબળ બનાવે છે.જેમાં ખાસ કરીને ગાયનું ઘી સર્વોત્તમ માનવામાં આવે છે. આવો, તો ચાલો આજે વાત કરીએ ઘીના કેટલાક ફાયદાઓ વિશે.ઘી ખાવાથી સ્નાયુઓ અને હાડકાં મજબૂત બને છે જો કે ઘીનું સેનવ યોગ્ય પ્રમાણમાં કરવું તે જરુરી છે
ઘીમાં અનેક વિટામિન્સ સમાયેલા હોય છે, વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ વગેરે. એટલે ઘીનો ખોરાકમાં નિયમિતપણે ઉપયોગ કરવાથી વિટામિન સપ્લીમન્ટ્સ લેવાની જરૂર પડતી નથી.ઘીમાં વિટામિન- કે સમાયેલું હોય છે.જે હાડકાંઓને પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમ બનાવવામાં મદદરપ થાય છેજો તમે વજન ઉતારવા માંગતા હો તો ઘી નહીં, તેલને અવોઈડ કરવું જોઈએ. ગાયનું ઘી ખાવાથી ચરબી નતી વધતી. ઊલટું તે શરીરમાં ખરાબ કોલેસ્ટેરોલને ઓછું કરીને સારા કોલેસ્ટેરોલને વધારમાં મદદ કરે છે.
ઘીમાં ઓમેગા- 6 ફેટી એસિડ રહેલ છે, જે પાચનને સરળ બનાવમાં ગુણકારી સાબિત થાય છે
ઘી ખાવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. જો તમને વારંવાર શરદી -ખાંસી થઈ જતા હોય, શરીરમાં નબળાઈ અને થાક વર્તાતા હોય તો રોજ ખોરાકમાં બે ચમચી જેટલું દેશી ઘી સામેલ કરવાથી રાહત મળે છે.