DNA કેવી રીતે ઉજાગર કરે છે પેઢીઓનું રહસ્ય, જાણો તેની પાછળનું વિજ્ઞાન
ડીએનએ એટલે કે ડીઓક્સીરીબો ન્યુક્લીક એસિડ એ શરીરમાં હાજર એક અણુ છે. તે ચાર બિલ્ડિંગ બ્લોક્સથી બનેલું છે. આને એડેનાઇન, સાયટોસિન, ગુઆનાઇન અને થાઇમીન કહેવામાં આવે છે.
• ડીએનએ પરીક્ષણ કેવી રીતે થાય છે?
વ્યક્તિના મોંની લાળ, દાંત, માથાના વાળ, હાડકાં, નખ અને પેશાબ દ્વારા પણ ડીએનએ ટેસ્ટ કરી શકો છો. પરીક્ષણ કરવા માટે, પ્રથમ નમૂનાઓ વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા એકત્રિત કરવામાં આવે છે. પછી ડીએનએ કોષોને અલગ કરવામાં આવે છે અને પછી સંબંધનો દાવો કરનાર વ્યક્તિ સાથે મેચ કરવામાં આવે છે.
તમે ખાનગી અને સરકારી બંને લેબમાં ડીએનએ ટેસ્ટ કરાવી શકો છો. પરંતુ, સરકારી લેબમાં ડીએનએ ટેસ્ટ કરાવવાની પરવાનગી સરકાર, પ્રશાસન અને પોલીસની પરવાનગી પછી જ મળી શકે છે. ખર્ચની વાત કરીએ તો, પ્રાઈવેટ લેબમાંથી ડીએનએ ટેસ્ટ કરાવવા માટે છ હજાર થી બે લાખ રૂપિયા સુધીનો ખર્ચ થઈ શકે છે.
આ ખર્ચ રિપોર્ટની વિશેષતા અને પરીક્ષણ કરતી સંસ્થા પર આધારિત છે. ડીઓક્સીરીબો ન્યુક્લીક એસિડ – DNA ટેસ્ટ રિપોર્ટ આવવામાં લગભગ દસ થી પચિસ દિવસનો સમય લાગે છે.
દુનિયામાં ટેકનોલોજી અનેક ગણી આગળ નીકળી ગઈ છે, હવે લોકો પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયાં છે. ત્યારે ડીએનએ ટેસ્ટ અનેક રીતે ફાયદાકારક સાબિત થાય છે. પારિવારીક તકરાર તથા મિલ્કત સંબંધિત કેસમાં ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવે છે. આવા કેસમાં કોર્ટના આદેશ બાદ ડીએનએ ટેસ્ટ કરવામાં આવે છે.
(PHOTO-FILE)