- તલનું તેલ વાળ માટે પણ ઉત્તમ
- તલ ખાવાથી આગોર્ય રહે છે તંદુરસ્ત
- તલની તાસીર ગરમ હોવાથી ઠંડીની ઋતુમાં વધુ ખવાઈ છે
- તલમાં ઓષધિય ગુણો સમાયેલા છે
આમ તો તલનું સેવન ખાસ કરીને શિયાળામાં કરવામાં આવતું હોય છે, પરંતુ તલનું સામાન્ય રીતે અનેક ઋતુમાં ગુણકારી માનવામાં આવે છે, જો જરુરી અને યોગ્ય માત્રામાં તલ ખાવામાં આવે તો તે આરોગ્યને ઘણો ફાયદો પહોંચાડે છે, તલની તાસીર ગરમ હોય છે, એટલે ચોમાચામાં પણ તમે તેનું સેવન ચિંતા મૂ્કત રહીને કરી શકો છો. તલ એવી વસ્તુ છે કે જે દરેક પ્રકારની વાનગીઓમાં ઉપયોગમાં લેવાય છે, અથવા તો કેટલીક ડિશને ગાર્નિશ કરવા માટે તેનો ઉપયોગ થાય છે.
પ્રાચનીકાળથી આપણા આયુર્વેદમાં તલને ખૂબજ ઓષધિય ગુણોથી ભરપુર માનવામાં આવે છેસ તલનું સેવન જો દરરોજ સવારે ખઆલી પેટે કરવામાં આવે તો તે શરીરને વધુ ફાયદો કરે છે, કારણ કે તલમાં ફેટી એસિડ, ફાઇબર, પ્રોટીન અને કેલ્શિયમ મોટી માત્રામાં સમાયે લુંહોય છે,
જાણો આરોગ્યયલક્ષી કેટલીક બિમારીમાં તલનો ઉપયોગ અને ફાયદા
- તલનો ઉપયોગ જે લોકોને કબજિયાત રહેતુંહોય તેના માટે ઉત્તમ ગણવામાં આવે છે. જેમાં કાળા તલના ગુણો ખૂબ ફાયદાકારક હોય છે,કાળા તલની અંદર ફાઇબર અને અનસેચ્યુરેટેડ ફેટી એસિડનું પ્રમાણહોય છે જેના કારણે કબજિયાતમાં રાહત આપે છે,તેનું તેલ આંતરડાને લ્યૂબ્રિકેટ કરવામાં મદદ કરે છે.
- આપણા દાંત માટે પણ તલ ફાયદા કારક હોય છે તલનું તેલ દાંતને ચોખ્ખા રાખવામાં કારગાર સાબિત થાય છે.તેલના સેવન છી દાંતમાં જામેલી ક્ષાર દૂર થાય છે અને પેઢા મજબૂત બને છે.
- તલનું સેવન હાડકાં વધુ પણ મજબૂત બનાવે છે. તેનું કારણ એ છે કે તલમાં ડાયેટ્રી પ્રોટીન અને એમિનો એસિડ જોવા મળે છે જે હાડકાંને નબળાં થવાથી બચાવે છે જેનાથી આર્થરાઇટિસ જેવી બીમારીઓથી પણ રક્ષણ આપે છે
- હિમોગ્લોબીનનું પ્રમાણ તલ ખાવાથી વધે છે અથવા તો જળવાઈ રહે છે,
- ખાસ કરીને એનીમિયાની બીમારી હોય તો તેને પણ તલનું સેવન કરવું જોઈએ.
- તલના સેવનથી ઊંધ સારી આવે છે, અને માનસિક તણાવમાં રાહત થાય છે
- તલમાં પ્રોટિન ,આર્યન, તાબું અને ખનીજ મેગ્નેશિયમ જોવા મળે છે,જેનાથી યાદશક્તિ મજબૂત બને છે,યાદ શક્તિને આ તત્વો નબળી થવા દેતા નથી
- તલના સેવનથી હાઈપર ટેન્શન પણ દૂર થાય છે, તલમાં હાજર મેગ્નેશિયન આ બાબતે ખૂબ જ ફાયદો કારેવે છે,તલમાથી 25 ટકા જેટલું મેગ્નેશિયમ મળે છે
- ખાસ કરીને આપણી સ્કિન માટે તલ ખૂબજ ફાયદાકારક હોય છે, તલ એન્ટી ઑક્સિડેન્ટ્સ ચહેરા પર જોવા મળતી કરચલીઓને દૂર કરે છે.
- તલ ઓમેગા ફેટી એસિડથી ભરપૂર હોવાથી આપણા વાળમે મજબુત બનાવે છે,જેના વાળ પાતળા હોય તેણે તલનું તેલ લગાવવું જોઈએ તલ વાળને મૂડમાંથી મજબૂત બનાવીને વાળનો ગ્રોથ પણ વધારે છે.