- આજે ઈન્ટરનેશનલ નો ડાયેટ ડે
- જાણો તેનો ઈતિહાસ અને મહત્વ
- વર્ષ 1992 થી થઇ શરૂઆત
દુનિયાભરમાં 6 મેના રોજ ‘આંતરરાષ્ટ્રીય નો ડાયેટ ડે’ ઉજવવામાં આવે છે.આ દિવસની ઉજવણી બ્રિટિશ મહિલા મેરી ઇવાન્સ દ્વારા વર્ષ 1992માં યુકેમાં કરવામાં આવી હતી.આ મહિલા દ્વારા આ દિવસની ઉજવણી કરવાનો હેતુ લોકોને એ સમજવાનો હતો કે તે જાડી હોય કે પાતળી હોય, તેણે કોઈપણ સંજોગોમાં પોતાની જાતને સ્વીકારવી જોઈએ.
આજે સમગ્ર વિશ્વમાં ‘ઇન્ટરનેશનલ નો ડાયેટ ડે’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે જ્યાં જાહેરમાં અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તો સાથે સાથે કેટલાક લોકો તેમના મિત્રો અને સંબંધીઓ સાથે આ દિવસનો આનંદ માણે છે અને વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. તો,આવો જાણીએ આ દિવસના ઈતિહાસ અને મહત્વ વિશે.
આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે?
‘ઇન્ટરનેશનલ નો ડાયેટ ડે’ ઉજવવા પાછળનું કારણ એ છે કે,બોડીને શેપમાં લાવવા માટેના ફોર્મ્યુલાને બાયપાસ કરીને બોડીની સ્વીકૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે.વાસ્તવમાં આજના યુગમાં મોટાભાગના લોકો સ્થૂળતાની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે અને મેદસ્વિતાને ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, સાંધાના દુખાવા અને હાઈ બીપી જેવા રોગોનું કારણ માનવામાં આવે છે. આ કારણોસર, નિષ્ણાતો સંતુલિત આહાર લેવાની ભલામણ કરે છે, જેથી સ્થૂળતા ટાળી શકાય
જો કે, ઘણી વખત લોકો ડાયટિંગને એવી રીતે ફોલો કરવાનું શરૂ કરે છે કે તેઓ જીવનનો આનંદ લેવાનું ભૂલી જાય છે. તેથી જ ‘ઇન્ટરનેશનલ નો ડાયેટ ડે’ના દિવસની ઉજવણી કરતી વખતે ડાયટીંગ કરનાર લોકોને તેમની પસંદગીનો ખોરાક ખાવાની તક આપવામાં આવે છે. જેથી લોકો પોતાના વધતા વજનને ભૂલી શકે અને પોતાની જાતને પ્રેમ કરતા જીવનનો આનંદ માણી શકે.
આ દિવસ ક્યારથી ઉજવવામાં આવે છે ?
‘ઇન્ટરનેશનલ નો ડાયેટ ડે’ની ઉજવણી બ્રિટિશ મહિલા મેરી ઇવાન્સ દ્વારા વર્ષ 1992માં યુકેમાં કરવામાં આવી હતી. આ દિવસ ઉજવવાનું કારણ એ હતું કે લોકોએ પોતાને જેવો દેખાય છે તેવો સ્વીકાર કરવો જોઈએ અને તેમના બોડી શેપને લઈને શરમાવું જોઈએ નહીં. આ સાથે, ડાયટીંગથી જે નુકસાન થાય છે તેના વિશે પણ અવેયર થઇ શકો.
ખરેખર, મેરી ઇવાન્સ એનોરેક્સિયા નામની બીમારી સામે લડી રહી હતી.આ એક રોગ છે જે ખોરાક સાથે સંબંધિત છે અને વજન વધવાનું જોખમ નોંધપાત્ર રીતે વધે છે. મેરીએ ડાયટ બ્રેકર નામની સંસ્થા શરૂ કરી અને તેના દ્વારા તેણે પહેલીવાર ‘ઈન્ટરનેશનલ નો ડાયેટ ડે’ ઉજવ્યો.