બગીચા અને જંગલોમાં વૃક્ષોને સફેદ ચૂનો લગાવવુનું જાણો કારણ…
જંગલો અથવા બગીચાઓમાં વૃક્ષો સફેદ ચૂનાથી પેન્ટ કરવામાં આવે છે. આ માત્ર ડેકોરેટિવ વર્ક નથી, પરંતુ તેની પાછળ એક વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે. આવો જાણીએ વૃક્ષોને સફેદ રંગથી રંગવાથી શું ફાયદા થાય છે.
ઝાડને સફેદ રંગવાનાં ઘણાં કારણો છે. સફેદ રંગ જંતુઓને આકર્ષતો નથી. જ્યારે ઝાડના થડને સફેદ રંગવામાં આવે છે, ત્યારે જંતુઓ ઝાડ પર ચઢવાનું ટાળે છે. આ જંતુઓ દ્વારા થતા નુકસાનથી વૃક્ષોનું રક્ષણ કરે છે.
સફેદ પડ એક અવરોધ તરીકે કામ કરે છે અને રોગોના ફેલાવાને અટકાવે છે. ઉપરાંત, ઉનાળામાં, સૂર્યની તીવ્ર કિરણો ઝાડની છાલને બાળી શકે છે. સફેદ રંગ સૂર્યપ્રકાશને પ્રતિબિંબિત કરે છે જેના કારણે ઝાડની છાલ સૂર્યના તાપથી સુરક્ષિત રહે છે.
સફેદ પડ ફૂગના વિકાસને અટકાવે છે. ફૂગ ઝાડ માટે હાનિકારક છે અને ઝાડને નુકસાન પહોંચાડી શકે છે અને સફેદ પડ ઝાડની છાલને યાંત્રિક નુકસાનથી રક્ષણ આપે છે.