ઈઝરાયલ પાસેથી સબક શીખી હમાસ જેવા હુમલાથી દેશને સુરક્ષિત રાખવા ભારત દેશ હવે સરહદો પર ડ્રોન સાથે વિજિલન્સ સિસ્ટમ ગોઠવશે
દિલ્હીઃ ભારત દેશ સતત પોતાના નાગરિકોની સુરક્ષાને પ્રઘાન્ય આપે છએ આ માટે સરહદો પર સૈન્ય તૈનાતિની સાથએ સાથે ટેકવોલોજીની પણ મદદ લે છે ત્યારે હવે ઈઝરાયલની સ્થિતિને જોઈને ભારત વઘુ સતર્ક બન્યું છે.
ભારત સરકારે તાજેતરના સમયમાં ફાટી નીકળેલા ઘણા યુદ્ધોમાંથી પાઠ શીખ્યા છે. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધની શરૂઆતમાં જ ભારતે પાઠ શીખ્યો હતો કે તેનું શસ્ત્રાગાર હંમેશા તૈયાર રાખવું જોઈએ ત્યાર બાદ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે શરૂ થયેલા યુદ્ધમાંથી ભારતને પણ એ જ બોધપાઠ મળી રહ્યો છે .
માહિતી પ્રમાણે ભારતે સુરક્ષા સુનિશ્ચિત કરવા તૈયારીઓ શરૂ કરી દીધી છે હમાસ જેવા હુમલાથી બચવા માટે ભારત પોતાની સરહદો પર ડ્રોન સાથે વિજિલન્સ સિસ્ટમ ગોઠવવા જઈ રહ્યું છે.
દેશના સંરક્ષણ અધિકારીઓએ તાજેતરમાં 6 સ્વદેશી ડ્રોન વિક્રેતાઓ સાથે વાતચીત કરી છે. સરહદો પર ડ્રોન દ્વારા સેના સરહદ પર થતી દરેક ગતિવિધિઓ પર બારીકાઈથી નજર રાખશે. ડ્રોન સરહદી વિસ્તારોમાં ફરશે અને દુશ્મનો પર નજર રાખશે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે આ અંગેનો આદેશ આગામી નવેમ્બરમાં જારી કરવામાં આવી શકે છે. જો કે, મોટાભાગના સુરક્ષા અધિકારીઓએ આ મામલે મૌન જાળવ્યું છે. રિપોર્ટ અનુસાર મે મહિનાની શરૂઆતમાં સેના બોર્ડરના કેટલાક ભાગોમાં આ સિસ્ટમ લગાવશે.
જેમ કે ચીન અને પાકિસ્તાન જેવા પાડોશી દેશોથી ભારતની શાંતિને ભંગ કરવા તત્પર રહેતા હોય છે. ક્યારેક પાકિસ્તાન દ્વારા આતંકવાદી ગતિવિધિઓ કરવામાં આવે છે તો ક્યારેક પીપલ્સ લિબરેશન આર્મી ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે. હિમાલયના પ્રદેશોમાં તંગ પરિસ્થિતિ યથાવત છે.જેને કારણે ભારત આ સુરક્ષા પર ખાસ ઘ્યાન આપી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભારત પણ પહેલા હુમલાનો શિકાર બન્યું છે ભારત પહેલા પણ આવા હુમલાઓનો ભોગ બની ચુક્યું છે. વર્ષ 2008માં હથિયારો અને ગ્રેનેડથી સજ્જ પાકિસ્તાનથી હુમલો કરી રહેલા આતંકવાદીઓ મુંબઈની દરિયાઈ સરહદેથી ભારતમાં પ્રવેશ્યા હતા ત્યારે હવે વિદેશની સ્થિતિને જોઈને ભારત સુરક્ષાના મામલે સતર્ક બનતું જઈ રહ્યું છે.