Site icon Revoi.in

ઈઝરાયલ પાસેથી સબક શીખી હમાસ જેવા હુમલાથી દેશને સુરક્ષિત રાખવા ભારત દેશ હવે સરહદો પર ડ્રોન સાથે વિજિલન્સ સિસ્ટમ ગોઠવશે

Social Share
 દિલ્હીઃ ભારત દેશ સતત પોતાના નાગરિકોની સુરક્ષાને પ્રઘાન્ય આપે છએ આ માટે સરહદો પર સૈન્ય તૈનાતિની સાથએ સાથે ટેકવોલોજીની પણ મદદ લે છે ત્યારે હવે ઈઝરાયલની સ્થિતિને જોઈને ભારત વઘુ સતર્ક બન્યું છે.

ભારત સરકારે તાજેતરના સમયમાં ફાટી નીકળેલા ઘણા યુદ્ધોમાંથી પાઠ શીખ્યા છે. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધની શરૂઆતમાં જ ભારતે પાઠ શીખ્યો હતો કે તેનું શસ્ત્રાગાર હંમેશા તૈયાર રાખવું જોઈએ ત્યાર બાદ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે શરૂ થયેલા યુદ્ધમાંથી ભારતને પણ એ જ બોધપાઠ મળી રહ્યો છે .

માહિતી પ્રમાણે ભારતે સુરક્ષા સુનિશ્ચિત કરવા તૈયારીઓ શરૂ કરી દીધી છે  હમાસ જેવા હુમલાથી બચવા માટે ભારત પોતાની સરહદો પર ડ્રોન સાથે વિજિલન્સ સિસ્ટમ ગોઠવવા જઈ રહ્યું છે.
દેશના સંરક્ષણ અધિકારીઓએ તાજેતરમાં 6 સ્વદેશી ડ્રોન વિક્રેતાઓ સાથે વાતચીત કરી છે. સરહદો પર ડ્રોન દ્વારા સેના સરહદ પર થતી દરેક ગતિવિધિઓ પર બારીકાઈથી નજર રાખશે. ડ્રોન સરહદી વિસ્તારોમાં ફરશે અને દુશ્મનો પર નજર રાખશે.